Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

મોરબી જિલ્લાના નાની સિંચાઇ કૌભાંડમાં હળવદ તાલુકાના આગેવાનની જામીન અરજી રદ્દ થતા સનસનાટી

મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ કૌભાંડ ની અંદર એક પછી એક આગેવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે હળવદ તાલુકાના એક આગેવાન દ્વારા હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજીને રદ કરવામાં આવેલ છે જેથી કરીને આગામી દિવસોમાં હળવદ તાલુકામાંથી નાની સિંચાઇના મોટા કૌભાંડની અંદર વધુ એક આગેવાનની વિકેટ પડશે તેવા સંકેતો મળી રહ્યા છે

મોરબી જિલ્લામાં વર્ષ 2017 18 અને વર્ષ 2018 19 દરમિયાન સિંચાઇ યોજનાના કામો કરવા માટે થઈને સરકારમાંથી 30 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી અને રકમનો ઉપયોગ કરીને જુદા જુદા ગામોની આસપાસમાં આવેલા જળાશયોમાં પાણીની સંગ્રહ શક્તિ વધે તેના માટે થઈને કામગીરી કરવાની હતી જોકે જેતે સમયના સરકારી અધિકારી અને પદાધિકારીઓ સહિતનાઓ દ્વારા મળીને માત્રને માત્ર સરકારી ચોપડા ઉપર કામગીરી બતાવીને બોગસ બિલો બોગસ નકશા બનાવીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની રકમ ઉઠાવી લેવામાં આવી હતી જેની જાણ થતાં સમગ્ર કૌભાંડની તપાસ સોંપવામાં આવી હતી અને ચકચારી કૌભાંડની અંદર અત્યાર સુધીમાં મોરબી જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના ચેરમેન, જે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય, નિવૃત્ત ઇન્ચાર્જ કાર્યપાલક, કોન્ટ્રાકટર સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે જોકે આગામી દિવસોમાં નાની સિંચાઈ યોજના કૌભાંડ માં હળવદ તાલુકામાંથી વધુ એક આગેવાનની વિકેટ પડશે તેવા સંકેતો મળી રહ્યા છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ચકચારી કૌભાંડમાં એક પછી એક આગેવાનની ધરપકડઓ છેલ્લા દિવસોમાં પોલીસ દ્વારા કરવામાં આવી છે જેથી કરીને હળવદ તાલુકાના એક આગેવાન અને જે તે ગ્રામ પંચાયતના ચેરમેન દ્વારા પણ કૌભાંડની અંદર રૂપિયા લેવામાં આવ્યા હોવાથી તેની સામે પણ ધરપકડ તોળાઇ રહી હોવાથી આગેવાનો દ્વારા હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.જોકે હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજીને રદ્દ કરવામાં આવેલ છે જેથી આગામી દિવસોમાં હળવદ તાલુકાના વધુ એક આગેવાનની નાની સિંચાઇ યોજનાના કૌભાંડમાં વિકેટ પડશે તે નક્કી છે

અત્રે ઉલ્લેખનીય છે કે કૌભાંડ ની અંદર જુદી જુદી મંડળીના હોદ્દેદારો પણ સંડોવાયેલા હોવાથી થોડા સમય પહેલાં એક-બે નહીં પરંતુ ૨૫ જેટલી મજુર મંડળી ના હોદ્દેદારો દ્વારા આગોતરા જામીન મેળવવા માટે થઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.જોકે અરજીને પણ જે તે સમયે હાઈ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે પરંતુ 25 મજુર મંડળી પૈકીના અમુક આગેવાનોની હજુ સુધી ધરપકડ કરવામાં આવેલ નથી જોકે આગામી દિવસોમાં પોલીસ દ્વારા મજૂર મંડળીઓ પૈકી ના કેટલા આગેવાનોની કૌભાંડમાં ધરપકડ કરવામાં આવશે તો આગામી સમય બતાવશે

(5:52 pm IST)