Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વિશ્વ સિંહ દિવસે અમરેલીમાં વિવિધ સ્કૂલોની રેલી :વિવિધ વસ્ત્રો સાથે છાત્રો જોડાયા

વનવિભાગના કર્મચારીઓના સહયોગથી રેલી મુખ્યમાર્ગો પર ફરી :બજાર કિલકારીથી ગુંજી ઉઠયા

અમરેલી :વિશ્વ સિંહ દિવસની રાજયભરમાં ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં  આ દિવસને વિશિષ્ટ મહત્વ આપતા વિવિધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયું છે. વિવિધ સ્કૂલો દ્વારા રેલીનું આયોજન કરાયુંહતું

. રેલીમાં સ્કૂલોના વિદ્યાર્થીઓએ વિવિધ વસ્ત્રો ધારણ કરીને જોડાયા સાથે સાથે સિંહના મોહરા લગાવીને રેલી જાનારાઓમા કૌતુક ઉભું કર્યું હતું  વનવિભાગના કર્મચારીઓના સહયોગથી રેલી મુખ્યમાર્ગો પર ફરી અને બજારો તેમની કિલકારીથી ગુંજી ઉઠયા હતા. સિંહના મહત્વ અને તેની જાળવણી પ્રત્યે લોકોને વાકેફ પણ કરાયા હતા.

(6:35 pm IST)