Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

મોરબી રોડ જમુના નગરના પિન્ટુ કોળીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૦: મોરબી રોડ પર જમુનાનગરમાં રહેતો પિન્ટુભાઇ લાભુભાઇ દાદુકીયા (ઉ.૩૫) નામનો કોળી યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેના માતા-પિતા હયાત નથી. તે દાદા-દાદી ભેગો રહેતો હતો અને છુટક કામ કરતો હતો અને લાંબા સમયથી બિમાર રહેતો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. (૧૪.૫)

(11:50 am IST)