Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

માળીયા મિંયાણાના ભાવપર ગામે જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયા

મોરબી, તા.૧૦: માળીયા મિંયાણાના ભાવપર ગામે જાહેરમાં તીન-પતિની જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

માળિયા પોલીસે ભાવપર ગામે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભાવપર ગામના ઝાપા પાસે જાહેરમાં તીન-પતીનો જુગાર રમાતો હોવાથી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા મનસુખ કરશનભાઇ, મગન ભાણજીભાઇ, ધર્મેશ દયારામભાઇ, જયસુખ બાલુભાઇને રોકડ રકમ ૧૦૭૪૫ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૨૨.૬)

 

(11:44 am IST)