Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભાવનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે આરોપી મહેશ ઉર્ફે મયલાને ઝડપી પાડતી એલસીબી : સિહોરમાંથી ચોરી કર્યાનું કબૂલાત

 

ભાવનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે આરોપી શિહોરના મહેશ ઉર્ફે મયલાને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધૉ છે પૂછપરછમાં આરોપીએ શૉહોરમાંથી સ્કૂટર ચોરી કર્યાનું કબુલ્યું છે

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ,ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર/જીલ્લા વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

  જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં ભાવનગર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર ,ગંગાજળીયા તળાવ,રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે આવતાં શંકાસ્પદ સ્કુટર સાથે મહેશ ઉર્ફે મયલો જીવરાજભાઇ સોલંકી(..૨૧)( રહે.લીલાપીરની બાજુમાં,ટાણા રોડ,શિહોર જી .ભાવનગરમળી આવેલ. તેની પાસે રહેલ ગ્રે કલરનું હોન્ડા એકટીવા સ્કુટર પાછળનાં ભાગે રજી.નં. GJ-04- CL-9629 તથા એન્જીન નંબર-JF50ET3043762 તથા ચેસીઝ નંબર-ME4JF505AGT0 43514 વાળા સ્કુટર અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં સ્કુટરની કિ.૩૦,૦૦૦/- શકપડતી મિલ્કત ગણી Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને Cr.P.C. કલમઃ-૪૧()ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

  તેની પુછપરછ કરતાં ગઇકાલે બપોરનાં ચારેક વાગ્યે શિહોર,રેલ્વે સ્ટેશન રોડ,પાબુજીનાં મંદિર સામે થી ચોરી કરેલ હોવાનું જણાવેલ,આમ શિહોરમાંથી ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વણશોધાયેલ વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે

  સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, રાકેશભાઇ ગોહેલ, ભયપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્દસિંહ સરવૈયા, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ, ઇમ્તીયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં જોડાયા હતા

(9:13 pm IST)