Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સોમનાથ મહાદેવ મંદિરે 2000 એલઇડી લાઇટની રોશનીનો ઝળહળશે

મુખ્ય પ્રવેશદ્વારને રંગબેરંગી લાઈટોથી શણગારાયું :છ કરોડના લાઈટિંગ બ્યુટીફિકેશન : મંદિર ફરતે ૧૪૦૦ એલઈડી ફિક્ચર્સ અને ૬૦૦ હાઈ એલઈડી લગાવાઈ

સોમનાથ :દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ થાન ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ૨૦૦૦ જેટલી એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે.મંદિરને રંગબેરંગી એલઈડીથી શણગારાયુ છે હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે રોજ રાત્રે ૪૫ મિનિટ સુધી લગાવાયેલી એલઈડી લાઈટની રોશનીથી મંદિરની શોભા ચાર ગણી વધી છે

 છેલ્લા ૪ મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. મુખ્ય પ્રવેશદ્વારને પણ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવી રહ્યું છે.કુલ ૬ કરોડનો ખર્ચ લાઈટિંગ બ્યુટીફિકેશન માટે થશે. મંદિર ફરતે ૧૪૦૦ એલઈડી ફિક્ચર્સ અને ૬૦૦ હાઈ એલઈડી લાગી રહી છે. નાના નાના હજારો બલ્બથી મંદિરનાં પગથિયાંથી ૧૫૧ ફૂટની ઊંચાઈ ધરાવતા ઊંચા ‌િશખર સુધી અદ્ભુત વિવિધ રંગ જોવા મળશે.

  રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી અને ગેટવે ઓફ ઈન્ડિયા-મુંબઈ સહિત દેશનાં જાણીતાં સ્થળોએ આ પ્રકારે રોશની કરવામાં આવી છે. રોજ તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ રોશની જોઈને યાત્રિકો દંગ રહી જશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મંદિરમાં હાલમાં લાઇટ ફિટિંગની કામગીરી ચાલુ છે.

મંદિરનો મુખ્ય ગેટ-શંખ સર્કલ પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. આ કામગીરી ઝડપભેર શ્રાવણ માસ શરૂ થતાં પૂર્વે પૂર્ણ કરાશે. ત્યારબાદ વિધિવત્ તેનું લોન્ચિંગ કરાશે.

(9:18 am IST)