Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભાવનગરમાં એક્ટિવાની ડીકી તોડીને 6,50 લાખની ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ :બે આરોપીને ઝડપી લીધા

ભાવનગર ;ભાવનગર એલસીબીએ એક્ટિવાની ડીકી તોડીને 6,50 લાખની થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં એકટીવા સ્કુટરની ડીકી તોડી તેમાંથી ચોરી કરેલ રોકડ ૬,૫૦,૦૦૦નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકલયો છે

  આ અંગેની વિગત મુજબ ગઇ તા.૦૪/૦૮/૨૦૧૮ કલાકઃ-૨૦/૩૦ વાગ્યે ફરિયાદી ભરતભાઇ ધનજીભાઇ ગોહેલ (રહે. અકવાડા તા.જી.ભાવનગરવાળા)એ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ કે,તે હિરાની ઓફીસમાં નોકરી કરે છે.તેઓને તેનાં શેઠે નિર્મળનગર,માધવ રત્ન કોમ્પ્લેકસમાં આવેલ આંગડિયાની ઓફિસમાંથી ૬,૫૦,૦૦૦ લઇ આવવાનું કહેલ.જેથી ફરિયાદી પોતાનું એકટીવા સ્કુટર રજી.નં.GJ-01-PC 3985 લઇને માધવરત્ન કોમ્પ્લેકસ માંથી આંગડીયા પેઢીમાંથી ૬,૫૦,૦૦૦  લઇને પોતાનાં એકટીવા સ્કુટરની ડીકીમાં મુકી નિર્મળનગર પાસે આવેલ શ્રીનાથજી પાણીપુરી વાળાને ત્યાં પાણીપુરી ખાવા ગયેલ. ત્યાર પછી ઓફીસ પહોંચતા ડીકીમાં મુકેલ ૬,૫૦,૦૦૦ મળી આવેલ નહિ.જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વી.એ. જાડેજા પો.સબ ઇન્સ.નિલમબાગ પોલીસ સ્ટેશન,ભાવનગર નાંઓને સોંપવામાં આવેલ.

  આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન. જી. જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને ઉપરોકત ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

  એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી.આ બનાવ અંગે ટેકનીકલ સેલની મદદ પણ લેવાઈ હતી ગુન્હો કરવાની રીત અમદાવાદની છારા ગેંગની હોવાની માહિતી આધારે પોલીસ ઇન્સ.એલ.સી.બી,ભાવનગરનાંઓ સ્ટાફનાં માણસો સાથે અમદાવાદ ખાતે છારાનગર, કુબેરનગરમાં તપાસ કરવા માટે ગયેલ.તેઓનાં અંગત બાતમીદારો ને સક્રિય થઇ આ ગુન્હામાં સંડોવાયેલ ઇસમો બાબતે ફળદાયક હકીકત આપવા જણાવેલ.આ દરમ્યાન પોલીસ અધિક્ષક ભાવનગર નાંઓએ આ ગુન્હાની તપાસ નિલમબાગ પોલીસ સ્ટેશનથી એલ.સી.બી.,ભાવનગરને સોંપી ગુન્હો શોધી મુદ્દામાલ રીકવર કરવા માટે જણાવેલ.

 વહેલી સવારનાં પોલીસ ઇન્સ.એલ.સી.બી.ભાવનગરનાંઓને તેઓનાં અંગત બાતમી મળેલ કે,ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ બે માણસો મુદ્દામાલ સાથે અમદાવાદ તરફથી ભાવનગર નારી ચોકડી ઉતરીને ખોડિયાર મંદિર તરફ જવાનાં છે.જેમાં એક માણસે પીળા કલરનો શર્ટ તથા કોફી કલર જેવું પેન્ટ તથા બીજા માણસે આછા ગુલાબી-સફેદ કલરની ઉભી લાયનીંગ વાળો શર્ટ તથા ગ્રે-સફેદ કલરની ચોકડીવાળું પેન્ટ પહેરેલ છે.જે હકીકત આધારે તેઓની નારી ચોકડી પાસે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણન વાળા કિરીટભાઇ પુનમભાઇ ઇન્દ્દેકર( ઉ.વ.૩૮ ધંધો-છુટક મજુરી) ( રહે.ફ્રિ કોલોની ચાલી,કુબેરનગર, છારાનગર, અમદાવાદ) કમલેશ અતુલ કોડેકર (ઉ.વ.૨૨) (ધંધો-છુટક મજુરી રહે.સીંગલ ચાલી, સત્યનારાયણ દુધ સામેની ગલી, કુબેરનગર,છારાનગર,અમદાવાદ) રોકડ ૬,૫૦,૦૦૦/- ભરેલ કાપડની થેલી સાથે મળી આવેલ.તેઓએ ઉપરોકત ગુન્હાની કબુલાત કરતાં તેઓની ગુન્હામાં ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે.

 ભાવનગર,એલ.સી.બી. ટીમે ચાર દિવસ પહેલાં ભાવનગર, નિર્મળનગર પાસે એકટીવા સ્કુટરની ડિકી તોડી તેમાંથી રૂ.૬,૫૦,૦૦૦/- ની થયેલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ છે

 સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ.ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં કિરીટભાઇ પંડયા,મહિપાલસિંહ ગોહિલ,તરૂણભાઇ નાંદવા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(6:47 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • SBIની ખોટ રૂ. ૪૮૭૬ કરોડ થઇ : ર૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર (એપ્રિલથી જુન): એનપીએ ઘટયું access_time 3:50 pm IST

  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST