Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મોરબીના લીલાપર રોડ પર કન્ટેનર વીજપોલ ટીસી સાથે ટકરાયા બાદ કન્ટેનરમાં આગ ભભૂકી

મોરબીના લીલાપર રોડ પરથી પસાર થતું એક ટેન્કર વીજપોલ ટીસી સાથે અથડાયું હતું જે અકસ્માત બાદ કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી હતી વીજપોલમાં ટીસી સાથે કન્ટેનર અથડાયા બાદ આગ ભભૂકી ઉઠી હતી જોકે સમયસર કન્ટેનર ચાલક બહાર નીકળી જતા કોઈ જાનહાની થવા પામી નથી તો કન્ટેનર આગને પગલે સળગી ઉઠ્યું હતું અને આગ લાગવાથી કન્ટેનરમાં નુકશાન થવા પામ્યું હતું રોડ પર કન્ટેનર સળગી ઉઠતા આસપાસના લોકો એકત્ર થયા હતા

(10:20 pm IST)