Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મોરબી તાલુકા પોલીસના અપહરણના બે ગુન્હાના આરોપીઓ ઝડપાયા

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પંજાબ અને રાજસ્થાનથી આરોપીઓને ઝડપી પાડ્યા

મોરબી તાલુકા પોલીસ મથકમાંથી દોઢ વર્ષ તથા છ માસ પહેલા સગીરાના અપહરણ મામલે મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પંજાબ અને રાજસ્થાનથી આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પી આઈ વી બી જાડેજાની સૂચનથી જીલ્લામાં સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ સ્ટાફને સુચના મળતા મોરબી તાલુકા પોલીસ મથકના દોઢ વર્ષ આગાઉ અપહરણ મામલે આરોપી કિશન રમેશચંદ્ર મેઘવાલ રહે-રાજસ્થાન વાળા તથા ભોગબનનારને રાજસ્થાનના કોટા જીલ્લાના રંગવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા

તો અન્ય મોરબી તાલુકા પોલીસ મથકમાં છ માસ અગાઉ નોંધાઈ અપહરણના ગુના મામલે આરોપી સતેન્દ્રકુમાર બ્રિજેશકુમાર ઉર્ફે બ્રજનાથ રાજભર રહે-પંજામ લુધિયાણા તથા ભોગબનારને ઉતરપ્રદેશ ખાતેથી ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ વી કે કોઠીયા, હીરાભાઈ ચાવડા, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, આરતીબેન ચાવડા, હસમુખભાઈ વોરા, અશ્વિનભાઈ ચાવડા સહિતની ટીમે કરેલ છે

(10:19 pm IST)