Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જૂનાગઢના માળિયામાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ : સાંજ સુધીમાં બે ઇંચ ખાબક્યો

જૂનાગઢના માળિયામાં બે કલાકમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળિયામાં સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

 બીજીતરફ વલસાડના ઉમરગામમાં પણ સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર અને નવસારીના જલાલપોરમાં છેલ્લા બે કલાકમાં દોઢ ઇંચથી વધારે વરસાદ થયો છે.

(8:21 pm IST)