Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વિસાવદરના જાંબાળાના પાદરમાં 'મેંદરડા-વિસાવદર હાઇવે' પર આવેલા સિમેન્ટના પાઇપમાંથી દિપડાનું સફળ રેસ્કયુ

દીપડાને સહીસલામત સાસણ એનીમલ સેન્ટરમાં લઇ જવાયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૦: વિસાવદર તાલુકાના જાંબાળા ગામના પાદર પાસે નીકળતા 'મેંદરડા-વિસાવદર સ્ટેટ હાઈવે' પર રાખેલા પાણી નિકાલના પાઈપમાં દિપડો દ્યુસ્યો હોવાની જાણકારી મળી હતી.જેના આધારે જંગલ ખાતાએ રેસ્કયું કર્યું હતું.

ઘટનાની જાણ થતાં ડેડકડી રેન્જના ફોરેસ્ટર એ.જી. મકવાણા, બીટગાર્ડ એ.એન.ગઢવી, બી.ડી. ખાંભલા, રવજીભાઈ સહિતનો સ્ટાફ દ્યટના સ્થળ પર પહોંચ્યો હતો. દરમ્યાન સ્ટાફ દ્વારા દિપડાનું રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની ૨ થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ દિપડાને સિમેન્ટ ભુંગળામાંથી રેસ્કયું કરી સહિ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. નર દિપડો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેેને તાત્કાલીક પાંજરે પુરવાની કવાયત હાથ ધરાઈ હતી. ત્યારબાદ દિપડાને જંગલ ખાતા દ્વારા સાસણ એનીમલ કેર સેન્ટર લઈ જવાયો હોવાનુ જાણવા મળે છે.

(1:05 pm IST)