Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કુતિયાણામાં ૮૦૦ લીટર બાયો ડીઝલ ઝડપાયુ

ખુલ્લી જગ્યામાં બેરોકટોક ગેરકાયદે વેચાણ થતું હતું: એક સામે ગુન્હો નોંધાયો

પોરબંદર તા. ૧૦ :.. કુતીયાણા સર્વિસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં જવલંનશીલ બાયો ડીઝલ (એલ. ડી. ઓ.) ૮૦૦ લીટરના મુદામાલ સાથે કુલ કિ. રૂ. ૪૮,૪૦૦ સાથે કેશુ મુળુભઇ ખૂંટીને પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક  ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી જવલંનશીલ પદાર્થો પકડી પાડવા માટે આપેલ સુચના અન્વયે તથા ઇ/ચા. નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય જે. સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ કુતીયાણા પો. સ્ટે.ના ના પો. સ્ટાફના માણસોના પો. સબ. ઇન્સ. એચ. બી. ધાંધલ્યા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કુતિયાણા પો. સ્ટે.ના હે. કો. એચ. ડી. સીસોદીયાને હકિકત મળેલ કે, કુતીયાણા સર્વિસ સ્ટેશન પાસે ખુલ્લી  જગ્યામાં જવલંનશીલ બાયો ડીઝલ (એલ. ડી. ઓ.)નું પોતાના અંગત ફાયદા માટે વેચાણ કરે છે અને હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ગે. કા. વગર પાસ પરવાનાઓ ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બેદરકારી ભર્યુ કૃત્ય આચરણ કરી મળી આવતા જવલંનશીલ પદાર્થ (એલ. ડી. ઓ.) લીટર ૮૦૦ બેરલ નંગ-૪ જેની બેરલો સહિતની કુલ કિ. રૂ. ૪૮,૪૦૦ ના મુદામાલ સાથે કેશુ મુળુભાઇ ખુંટી (ઉ.૪૭) રહે. ખારીજાર ચોક કુતિયાણાને પકડીને ગુન્હો નોંધ્યો છે.

આ કામગીરી પો. સબ. ઇન્સ. એચ. બી. ધાંધલ્યા પો. હેડ કોન્સ. એચ. ડી. સીસોદીયા પો. કોન્સ. નટવર દુદાભાઇ, ભરત ભોજાભાઇ, પિયુષ રામજીભાઇ, બલદેવ મેરૂભાઇ, મહેશ મેરામણભાઇ, લોકરક્ષક યસપાલ સામતભાઇ કરી હતી.

(1:03 pm IST)