Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પોરબંદરમા ૨૦૦ વર્ષ જૂના જગન્નાથજી મંદિરની સમયાંતરે જાળવણી જરૂર

Alternative text - include a link to the PDF!

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : પ્રાચીન જગન્નાથજી મંદિર આવેલ છે. જેમાં જૂના પોરબંદર ભાટીયા બજાર બંદર રોડ પર જતા વોરાવાડ શેરીની સામે આવેલ નવલખા શેરી ડો. સ્વ.તનસુખભાઇ દવાખાનામાં જતા પ્રવેશમાં આવેલ છે. અતિ જર્જરીત રહેણાંક મકાનમાં જગન્નાથજી બિરાજતા હતા. પાંચેક વર્ષ પહેલા આ વિસ્તારમાં રહેતા શ્રધ્ધા ધરાવતા મધ્યમવર્ગીય શ્રમીક પરિવારે સુવર્ણ દાગીના ગીરવે મૂકી જગન્નાથજી મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલ છે. શહેર મર્યાદીત વિકસીત હતુ ત્યારપછી ભાટીયા સદગૃહસ્થોની પોરબંદરથી વ્યવસાય અર્થે મુંબઇ સ્થાયી થયેલ. તેમ છતા ભાટીયા સદગૃહસ્થો સંસ્કૃતી સાથે સમૃધ્ધી વિકાસ હૈયાત સાક્ષી પુરે છે.

નવલખા શેરી ડો.સ્વ.તનસુખનું દવાખાનું ભાટીયા સદગૃહસ્થી સખાવત સ્મૃતિ હૈયાત છે. આજનો માણેક ચોક ભાટીયા મહિલા સ્વ.માણેકબાઇએ ત્રણ દરવાજા બંધાવી આપેલ છે.  હૈયાત છે સને ૧૯૮૩માં પુર હોનારતમાં સાથોસાથ અસ્માવતી ઘાટ સાનિધ્યે સોમનાથ મહાદેવ મંદિર ઘાટ પાસે કિનારાની જમીન ધાર્મિક વિધી શ્રાધ્ધ કર્મ કરાવનારને સુર્યતાપમાં શીતળતા મળે ધાર્મિક વિધિ પિતૃતર્પણ શ્રાધ્ધ કર્મ કરાવી શકે તે માટે સ્વ.ચત્રભુજ શિવજી દ્વારા પાકા પથ્થરની છત્રી તે પણ અદ્રશ્ય બની જૂની દિવાદાંડીની બાજુમાં ધર્મશાળા, રાણીબાગ ભાવસિંહજી પાર્ક પાછળ ભાટીયાવંડી ધર્મશાળા, વહાલ વહેચાય જતા સુપરમાર્કેટ બંધાવેલ છે. સુદામા મંદિર સમીપ નાન કોઠા સામે સ્વ.જનતાબાઇ ધર્મશાળા હાલ અસ્તિત્વ રહેલ નથી. સ્વ.ચત્રભુજ શિવજી અનાથ આશ્રમ તથા અંધાશ્રમ, રેલ્વે સ્ટેશન ધર્મશાળા, સ્વ.માણેકબાઇ સંસ્કૃતપાઠ શાળા હાલ કાર્યરત છે. સ્વ.ચિત્રભુજ શિવજી પાઠશાળા તેમા એજયુકેશન ઓફીસ ઉપલા માળે નીચે હેન્કોક મેમોરીયલ સ્કુલના બે વર્ગ તથા પાઠશાળા કાર્યરત હતી. સરકાર આ બિલ્ડીંગ છે. હાલ જી.પં.લાયબ્રેરી કાર્યરત છે. એમજી રોડ ભાવસિંહ પાર્ક રાજરસ્તો મુકતા હાથી હાંકી હાથી બિલ્ડીંગ  આવી અનેક સખાવત હૈયાત છે પરંતુ પ્રાચીન પૌરાણીક જગન્નાથજી મંદિરની જાળવણી માટે કોઇ વ્યવસ્થા કરાયેલ હોય તેમ જણાતુ નથી.

વિક્રમ સંવત ૨૦૭૭ અષાઢ સુદ ૧-૨ એકમ ઉપરાંત બીજ ચંદ્રદર્શન રથયાત્રા રવિવારના હોય પરંતુ શહેરના જૂના પ્રાચીન પૌરાણીક શ્રી જગન્નાથજી મંદિરને કોઇ ભાટીયા પરિવારમાંથી યાદ કરતુ નથી. હાલ તો આ વિસ્તારના શ્રમીક મધ્યમવર્ગીય સેવા પુજા કરે છે. જુનુ મકાન મંદિરનો જીર્ણોધ્ધાર કરેલ છે.

બીજુ જગન્નાથ મંદિર હાલ સુદામા મંદિર અને મામાકોઠા સામે આવેલ છે. પ્રાચીન આશરે બસો વર્ષ કરતા પણ જુનુ હોવાનુ મનાય છે. તેની કોઇ ચોકકસ માહિતી પ્રાપ્ત નથી. રામાનંદી સાધુ બાવા પુજારી છે. વારસાય છે. સુદામા મંદિરના જે પુજારી છે. તેમના વર્ષો હસ્તક છે. ટેકસી સ્ટેન્ડ તથા રીક્ષા સ્ટેન્ડ છે. આ મંદિરે જગન્નાથજીની રથયાત્રા અષાઢી રથયાત્રા, નગરયાત્રા પરંપરાગત વર્ષમાં એક દિવસ નીકળતી આ રથયાત્રા બપોરના મધ્યાહન બાદ શરૂ થતી જૂના પોરબંદર શહેરને પરિક્રમા કરતી શેરીએ ગલીએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની હવેલીએ જગન્નાથજી રથમાં બિરાજી નગરચર્ચા નિહાળતા.

રથમાં પધારતા શંખનાદ, ઘંટરાવ, આરતી સાથે સ્વાગત કરાતુ નૈવૈદ્ય પ્રસાદ ધરવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણેક દાયકાથી શ્રી જગન્નાથજી અષાઢી બીજ યાત્રાની રથયાત્રા નગરચર્યા ફરતી નથી. જે તે સમયે રથયાત્રા અટકાવી તે સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતી સાનુકુળ ન હોવાને કારણે મોકુફ રાખેલ છે. બીજુ કારણ રથ નબળો પડી ગયેલ છે. પ્રસાદી ખર્ચ, રથયાત્રાના દિવસે જગન્નાથજીને ફણગાવેલા મગ, ચણા (કોટા ફૂટેલા) તથા ચોખાની કુલેરની પ્રસાદ ધરાય છે તે ભકત જનોમાં વહેચાય છે.

આ સમય દરમિયાન મંદિરના પટાંગણમાં રથ શણગારી શ્રી જગન્નાથજીની  મુર્તિ પધારવામાં આવે છે અને શ્રધ્ધાળુ ભકતજનો દર્શન કરે છે. પૂજા આરતી પણ કરી લાભ લ્યે છે. સવારના શુભ ચોઘડીયે રથમાં શ્રી જગન્નાથજીની પ્રતિમાને બિરાજમાન કરાય છે. ભકતજનોની માંગણીથી જગન્નાથજી રથયાત્રાની શરૂઆત પુનઃ કરાયેલ. પાંચેક વર્ષ આસપાસ પરંતુ પ્રદક્ષિણા માટે કરવામાં આવેલ. શ્રી જગન્નાથજીની રથયાત્રા માટે અવઢવ સ્થિતી રહી છે. જો કે મંદિરના પટાંગણમાં પરંપરાગત મંદિર રથમાં શ્રી જગન્નાથજીની પ્રતિમા પધરાવી પૂજા અર્ચન કરી શકશે.

(1:01 pm IST)