Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ગૌચર અંગે સરકારે સુપ્રીમનો અનાદર કર્યો છે : ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો : પૂ.કમલમુની મહારાજ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: ગૌરક્ષાનાં હિમાયતી રાષ્ટ્રસંત પુ.કમલ મુની મહારાજ સાહેબે ગોંડલ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે જો નેપાળ સરકાર ગાયને માતાનો દરજ્જો આપતી હોયતો ગાય અને મંદિરનાં નામે સતા હાંસલ કરનાર ભાજપની સરકાર શા માટે ગાયને રાષ્ટ્રમાતાનો દરરજો આપતી નથી?

પુ.કમલ મુની મહારાજ સાહેબે કહ્યું કે ગૌચર ભુમી પર માત્ર ગાય નો અધિકાર છે.સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે.પરંતુ આદેશને ઘોળીને પી જવાયો છે.આ સંવિધાન નું અપમાન છે.ગૌચરની જમીન પર કોમર્શીયલ બાંધકામો ખડકાઇ રહ્યા છે તો ગૌશાળા શા માટે નહીં?

તેમણે કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર રાજયમાં ઠેરઠેર નંદી શાળા બનાવે છે. અને દોઢ કરોડનું અનુદાન આપે છે.ગૌશાળા માં રાજસ્થાન સરકાર પચાસ ટકા વિજકર માફ કરેછે અને એક ગાય પર રૂ.૪૦ ની સબસિડી આપે છે જયારે ગુજરાત માં માત્ર રૂ.૨૫ ની સબસિડી અપાઇ છે.ગૌ રક્ષા અને ગૌ સેવા અંગે ગુજરાતની સંવેદનશીલ કહેવાતી રુપાણી સરકારની તેમણે તિવ્ર આલોચના કરી હતી.

તેમણે સરકાર ગૌહત્યા અંગે આડે હાથ લઇ કહયું કે એક વૃક્ષ કપાય તો આકરી સજા પણ જો ગૌ હત્યા થાય ત્યાં કાયદો શા માટે ઢીલો પડે છે?

વૃક્ષ નું છેદન અપરાધ છે તો ગાયની કતલ અપરાધ શા માટે નહીં?

સરકાર માછલી મંત્રાલય ચલાવે છે તો ગૌ મંત્રાલય કેમ નહી? સરકાર ગૌ રક્ષા અંગે બેધારી નિતી અપનાવતી હોવા નો તેમણે આક્ષેપ કર્યો હતો.

પુ.કમલ મુની મહારાજ સાહેબે દેશ માં ત્રીસલાખ મંદીરો છે.જો એક મંદિર સો ગાયો રાખે તો કતલખાના બંધ થઇ જાય.જો પશુધન નહીં બચે તો આધ્યાત્મિક સંસ્કૃતિ નષ્ટ થઇ જશે.

જેમને પુવઁ પ્રધાન મંત્રી અટલબિહારી વાજપેયી એ રાષ્ટ્રીય સંતનું બિરૂદ આપ્યું છે તેવાં પુ.કમલ મુની મહારાજ સાહેબ રાજસ્થાન થી એસીહજાર કિ.મી.ની પદયાત્રા કરી ગોંડલ ખાતે સંપ્રરદાય ના ગાદીનાં સ્થાપક આચાર્ય દેવ બા.બૃ.પુ.ડુંગરસિહજી મહારાજ સાહેબ ની પવિત્ર પાટનાં દર્શન માટે પંહોચ્યા હતા.આ વેળાં જૈન સંપ્રરદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી તથાં જૈન આગેવાનો એ સ્વાગત કર્યુ હતું. મુની મહારાજ ચાતુર્માસ રાજકોટ કરનાર છે.

(12:59 pm IST)