Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ સાઇકલ ચલાવી મોંઘવારી સામે વિરોધ નોંધાવ્યો

ધારાસભ્ય વિરજી ઠુમર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એ શહેરની બજારોમાં સાયકલ ચલાવી સૂત્રોચ્ચારો કરી વિરોધ વ્યક્ત કર્યો

બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ સાઇકલ ચલાવી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. સતત ડીઝલ પેટ્રોલનાં અને અન્ય જીવનજરૂરિયાત ચીજ વસ્તુઓનાં ભાવ આસમાને પહોંચતા વિરોધ કરવામાં આવ્યો. ધારાસભ્ય વિરજી ઠુમર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એ શહેરની બજારોમાં સાયકલ ચલાવી સૂત્રોચ્ચારો કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

(12:40 pm IST)