Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કચ્છમાં કબરાઉમાં વડવાળી મણિધર મોગલ માતાજીના મંદિરે અષાઢીબીજના ધજારોહણવિધિ વિશેષ પૂજન અર્ચન

વાંકાનેર,તા.૧૦: કચ્છ માં સામખીયારીથી ૩૫ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકાના જગ વિખ્યાત સુપ્રસિદ્ઘ યાત્રાધામ 'વડવાળી મણિધર મોગલ માતાજીના મંદિર' ખાતે અષાઢીબીજના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે સવારે શ્રી મોગલ માતાજીનું વિશેષ પૂજન અર્ચન પૂજય બાપૂશ્રીના હસ્તે ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવશે , તેમજ 'ધજારોહણવિધિ' કરવામાં આવશે.

'શ્રી વડવાળી મણિધર મોગલ માતાજીના મંદિર 'મોગલધામ કબરાઉ ખાતે આ મંદિરમાં કાયમ માટે 'માતાજી નો હોમાત્મક યજ્ઞ 'ચાલુ છે જે યજ્ઞ માં દરરોજ આશરે સાતસો થી સાતસો પચાસ જેટલાં શ્રીફળ હોમાય છે તેમજ આ યજ્ઞમાં દરરોજ પાંચ કિલો ગાયનું ઘી હોમાય છે. પૂજય શ્રી બાપૂના જણાવ્યા અનુસાર કબરાઉની પાવન ભૂમિમાં 'શ્રી મોગલ ધામ'માં શ્રી મોગલ માતાજીની અસીમ કૃપાથી અહીંયા આ સત સેવાના ભગીરથ કાર્યો થઈ રહયા છે. અહીંયા વિશિષ્ટતા એ છે કે કોઈપણ જાતનું દાન અહીંયા સ્વીકારવામાં આવતું નથી.અહીંયા કાયમ માટે દર મંગળવારે વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો માતાજીના દર્શનાથે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, ઝાલાવાડ, મોરબી, કચ્છ, હાલાર, રાજકોટ, તેમજ દૂર દૂરથી ભાવિક ભકતજનો આવે છે દેસ , વિદેશથી પણ માં ના દર્શન કરવા લોકો આવે છે. મંગળવારે માનવ મહેરામણ ઉમટે છે. મોગલધામ ખાતે સહુ ભાવિક ભકતજનોએ સરકારની ગાઈડ લાઈન અનુસાર માસ પહેરીને આવવું અને સોસ્યલ ડિસ્ટન જાળવવા શ્રી વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર 'મોગલધામ'ના મોગલકુળના પૂજય 'બાપૂ' શ્રીની યાદીમાં જણાવાયું છે.

(11:30 am IST)