Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના બેકાબુ : એક જ દિવસમાં 15 કેસ પોઝીટીવ : લોકોમાં ફફડાટ

તાલાલાનાં આંકોલવાડી,ધાવા,બોરવાવ,ચિત્રોડ,અને તાલાલાનાં યુવાન તેમજ ઉનાના ગરાળવાળી ,દેલવાડા,અંજાર, કાણેક બરડા,અમોદ્રા,ઉનાના મહિલા અને પુરુષ તથા વેરાવળના પુરુષને કોરોના વળગ્યો

ગીર સોમનાથ મા કોરોના કાબુ બહાર થયો છે એકજ દિવસ માં ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે લોકોમાં ફફડાટ ફેલાયો છે સાથે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

  ગીર સોમનાથ જીલ્લા માં એકજ દિવસમાં ૧૫ વધુ કેસ નોંધાયા છે તેમા તાલાળાના આંકોલવાડી ૨૪ વર્ષીય પુરૂષ, ,તાલાળાના ધાવાના ૪૪ વર્ષીય પુરૂષ,તાલાળાના બોરવાવના ૪૪ વર્ષીય પુરૂષ, ,તાલાળાના ચિત્રોડના ૨૪ વર્ષીય મહિલા, તાલાળા શહેરી વિસ્તાર ૨૮ વર્ષીય પુરૂષ, ઉના તાલુકાના ગરાળવાડી વિસ્તારના ૪૫ વર્ષીય,ઉના તાલુકાના ગરાળવાડી વિસ્તારના ૪૦ વર્ષીય પુરૂષ, ઉના તાલુકાના દેલવાડાના ૩૪ વર્ષીય પુરૂષ, ઉના તાલુકાના અંજારના ૨૩ વર્ષીય પુરૂષ, ઉના તાલુકાના કાણેક બરડાના ૪૫ વર્ષીય પુરૂષ, ઉના તાલુકાના આમોદ્રાના ૨૫ વર્ષીય પુરૂષ, ઉનાના શહેરી વિસ્તાર ૩૦ વર્ષીય મહિલા, ઉનાના શહેરી વિસ્તાર ૭૦ વર્ષીય મહીલા, ઉનાના શહેરી વિસ્તાર ૩૨ વર્ષીય પુરૂષ  અને વેરાવળના શહેરી વિસ્તાર ૫૮ વર્ષીય પુરૂષ.ને કોરોના વળગ્યો છે
  આજ રોજ કુલ ૧૫ કેસો નોંધાયા છે તેમજ વેરાવળ આઈ.ડી.ચૌહાણ હાઈસ્કૂલ સુપર કોલોનીમા રહેતી ૬૦ વર્ષીય વૃધ્ધ મહીલાનું કોરોના પોઝીટીવ આવયા બાદ મૃત્યુ પામેલા છે મરણનું કારણ ડેથ ઓડીટ કમીટી દ્વારા આવ્યે જાણ કરવામાં આવશે

(7:54 pm IST)