Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

મોરબી નજીકના પીપળીયા પાસે ધોધમાર વરસાદ : બોટાદ જિલ્લાના ગઢડામાં દોઢ ઇંચ : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા માં પોણો ઇંચ : ધ્રોલ- જાફરાબાદ - વાંકાનેરમાં અડધો ઇંચ : રાજકોટમાં ધીમીધારે

રાજકોટ :રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઝાપટા થી માંડીને દોઢ ઇંચ જેવો વરસાદ વરસ્યો છે.

        મોરબી નજીકના પીપળીયા પાસે ધોધમાર વરસાદ  વરસી રહ્યો છે જેના કારણે રોડ ઉપર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે બોટાદ જિલ્લાના ગઢડામાં દોઢ ઇંચ , સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા માં પોણો ઇંચ ,ધ્રોલ- જાફરાબાદ - વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટમાં ધીમીધારે વરસાદ ઝાપટા રૂપે વરસી રહ્યો છે.

       આજે બપોરે ૨થી ૪ દરમિયાન પોરબંદર, રાણાવાવ, લીમડી, રાજુલા, ગારીયાધાર, બોટાદ, પાલીતાણા, જામનગર, ભાણવડ, કચ્છના ગાંધીધામમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

(4:38 pm IST)