Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ધ્રોલના કોરોનાગ્રસ્ત મહિલાનું મોત

હાલારમાં અત્યાર સુધીમાં ૧૩ ના મોતથી અરેરાટી

જામનગર,તા.૧૦: જામનગર જીલ્લાના ધ્રોલમાં રહેતા ૬૨ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયાનું  બિન સતાવાર જાણવા મળ્યું છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ધ્રોલના કોરોના ગ્રસ્ત મહિલા બાનુબેન અબ્દુલ ગફારભાઇ (ઉવ.૬૨) રહે. જુની જેલ પાસે બધેર શેરીનું મોત થયું છે.ે જામનગર જિલ્લામાં કોરોનાનું ૧૩માં દર્દીનું મોત થયુ છે. આ સાથે જામનગર જીલ્લાના ધ્રોલમાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો છે.

(3:51 pm IST)