Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

પોરબંદરમાં વરસાદના પાણી નિકાલ પ્રશ્ને આંખ આડા કાન કરી રહેલ પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ

વરસાદના પ્રથમ રાઉન્ડમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયેલ ઘરમાં પાણી ઘુસી ગયેલ : ચોમાસાનું આગોતરૂ આયોજન નબળુ પુરવાર

પોરબંદર,તા.૧૦ : વરસાદના પાણી નિકાલમાં બુરાણ વધતાં રહેણાંક વિસ્તારમાં દર વર્ષે વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિ સર્જાય છે. વર્ષો જૂના પાણી નિકાલ પ્રશ્ને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

પોરબંદરનંુ પૂરતી ભૂગોળ અને ભૂમિતિ નહિ જાણનાર માત્ર ૨ કે ૫ વર્ષ ની સરકારી સેવા માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને માર્ગ મકાન પેટા વિભાગ ના ઇંજેનેર અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના ઇજનેરોને જાહેર સેવા અર્થે સરકારી પદા અધિકારી મૂકવામાં આવે છે. ફરજ નૈતિકતાનું મૂલ્ય અને જવાબદારીનંુ મૂલ્યને બાજુમાં રાખી દેવામાં આવે છે. અને માનવતા જેવી કોઈ ચોક્કસ દર્શન થતાં નથી રાજકીય સેવક ની ફરજની મુલ્યતાની અવગણના થાય છે. જયારે વહીવટની યાત્રા તેજ તેનો મુખ્ય ધ્યેય હોઈ જેથી લોકો ની વ્યાજબી રજૂઆતો ને સ્વીકારતી નથી કે અથવા ઇરાદા પૂર્વક સ્વીકારવામાં આવતી નથી સત્તાના જોરે કેટલાક એવા નિર્ણયો લેવામાં આ સરકારી અધિકારીઓ પછી પાની વિચારવંત અને તટસ્થ નિર્ણયથી દૂર રહે છે. પરિણામે આજે પોરબંદરને અને છાયાના શહેરની ભોગોલીકતા બદલાણી છે. ચોમાસું બેસી ગયેલ છે. અને પ્રથમ રાઉન્ડ થી મેઘરાજાએ પોરબંદર પર મહેરબાન થયેલે છે.

સાડા ત્રણદાયકા પહેલા તા.૨૨/ જૂન/ ૧૯૧૮૩ પોરબંદરમાં ઉપરવાસમાંથી પાણીનાં પુર પ્રવેશ્યાને ૬ ઇંચ થી લઇ ને આઠ થી દશ ફુટ સુધી પાણી શહેર માં ફરી વળયા શહેરમાં હોળી ઓ તરાવા માં આવી અને પાણી નિકાલનો મોટો પ્રશ્ન રહ્યો. પરંતુ પોરબંદર પાસે પૂરતા સ્ત્રોત હોવા છતાં પાણી નિકાલ નો પ્રશ્ન ઊભો રહ્યો જયારે શહેર માં પૂરતી સાંઢિયા ગટર ની પણ પાણી નિકાલ થતો નથી. તે તંત્ર સારી રીતે જાણે છે. છાયા થી પોરબંદર ના રણ માં ઉપરવાસ ના પાણી આવે છે. જે સાંઢિયા ગટર મારફત નિકાલ ની વ્યવસ્થા રણ માં આવતું પાણી ઓવરફ્લો થતાં તેને સમાવા માટે રણ માંથી પાણીના નિકાલ માટે નાળુ મૂકવામાં આવેલ છે. જે નાળા મારફત ખીજડી પ્લોટની અનામત ખાડમાં ભરાય છે. અને ખાડ ઓવરફ્લો થઈ પાણી રોડ પર ફરી વળે છે. રણનુ પાણી પણ તેના ફરે છે. ત્યારે લોકો ને ખબર નથી પડતી રણ અને ખિજડી પ્લોટ ના આ વિસ્તારના આવેલા ભાવેશ્વર પ્લોટ અને ભોજેશ્વર પ્લોટ વાડી પ્લોટ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ છે. અને નાગરિકોને મુશ્કેલી આવક જાવકમાં થાય શકિત નથી.

 પ્લોટ વિસ્તારમાં  ધારાસભ્ય અને તેમજ એકપૂર્વ ધારાસભ્યના રેહનાક વિસ્તાર માં પણ ફ્લડના પાણી ઘુસી ગયા હતા અને તેમ છતાં સમસ્યા હાલ કરવાને બદલે આંખ આડા કાન કરી ધારાસભ્યો નકર રજૂઆત સરકારમાં કરતા નથી અને ધારાસભ્ય એવી વાત કરે છે કે, પોરબંદરનો વિકાસ કરવાનો છે, અને પૂર્વ ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા એવી વાત કરે છે કે, સરકાર આપડી નથી જેથી મારી રજૂઆત સરકાર સાંભળે નઈ અને જો સ્વાર્થ હોઈ તો સ્વયં જાતે સરકાર માં રજૂઆત કરે છે. સરકાર ત્યારે તેમની વાત ધ્યાને લે છે.  નાગરિકો લમળે હાથ દઈ ને બેઠા છે. કે અમારૂ કોઈ સાંભળતું નથી. તેવી ફરીયાદો છે.  ૧૯૦૯ માં અંગ્રેજ સરકારનુ વહીવટી શાશન હતું ત્યારે પોરબંદર નો પ્રથમ વિકાસ નકશો તયાર થયો. તેમાં પોરબંદર અને છાયા નુ રણ પાણી ના નિકાલ માટે અનામત અને વધારે ઓવરફ્લો થાય તો ખીજડી પ્લોટ ની ખાડ અનામત રાખવાની છે. તેને બદલે રાજકારણીઓ પોરબંદર ની પૂરતી ભૂગોળ અને નહિ જાણનાર અને આ ખીજડી પ્લોટ લોક વિરોધ હોવા છતાં સ્વાર્થી રાજકારણીઓ અને માલમિલ્કત કરી રહેલ છે.

 આ બાબતે ઉચ્ચકક્ષાએ તપાસ કરાવી પગલા લેવા માગતી ઉઠી છે.

(1:02 pm IST)