Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ભારે પવનમાં તુટી ગયા બાદ શ્રીદ્વારકાધીશ શિખરના ધ્વજાજી દંડનુ પુનઃ સ્થાપન

તસ્વીરમંા ધ્વજાજીનું સ્થાપન કરાયુ તે નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી - દ્વારકા)

દ્વારકા તા. ૧૦ : દ્વારકાયાત્રાધામમાં એક સપ્તાહ પહેલા ભારે તોફાની પવન અને અતિવૃષ્ટિને કારણે મંદિર શિખર ઉપર થતા ધ્વજાજી આરોહણનો દંડ તુટી ગયો હતો.

પરંતુ વરસાદી વાતાવરણના કારણે એક સપ્તાહ ધ્વજાજીને સોપાટ દંડ ઉપર આરોહણ થયુ હતુ. આજે સવારથી થતી ઉઘાડ નીકળતા ગુગળી જ્ઞાતિ દેવસ્થાન સમિતિ અને ભારતીય પુરાતત્વ વિભાગના સંયુકત કામગીરીથી વર્ષોથી ધ્વજાજીનું આરોહણ કરતા અબોટીજ્ઞાતિના ભરતભાઇ અને અશોકભાઇ વિગેરે ધ્વજાજી દંડનું પુનઃ નિર્માણ કરી ધ્વજાજી આજે સવારથી નવા દંડ ઉપર ચડાવતા હતા.

(1:00 pm IST)