Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કેશોદમાં ૨૦+: સિઝનમાં પડતો કુલ વરસાદનો અડધાથી પણ વધુ તો પ્રથમ સવા માસમાં જ વરસી ગયો

'આધા હૈ આધે કી જરૂરત હૈ' જેટલો વરસ્યો તેટલો ચોમાસા સિઝનના અંત સુધીમાં વરસી જાય તો ભયો ભયો ! : કેશોદ વિસ્તારને પિવાના પાણી અને ખેતીમાં પિયત માટે (સારા વર્ષ માટે) સામાન્ય રીતે ૩૫ થી ૪૦ ઇંચ જેવા વરસાદની જરૂરત રહે છેઃ વરસાદ માટે 'ધોરી' માસ ગણાતા અષાઢ-જુલાઇ સાથે પુર્ણિમાના સંયોગે રંગ રાખ્યોઃ પ્રથમ માસમાં જેટલો વરસાદ પડ્યો તેટલો વરસાદ તો માત્ર છેલ્લા ચાર દિ'માં વરસી ગયો

કેશોદ,તા.૨૦: કુલ વરસાદનો ૨૦ + થયો છે. આખા ચોમાસા સિઝનમાં પડતો વરસાદનો અડધાથી પણ વધુ વરસાદ તો માત્ર સવા માસમા જ વરસી ગયો.

કેશોદ વિસ્તારને ચોમાસુ સિઝન સાથે લાગે વળગે છે. ત્યાં સુધી આ વિસ્તારમાં ખેતી સિવાય અન્ય કોઇ ઔદ્યોગીક એકમ નથી કે નથી કોઇ બારેય માસ વહેતી મોટી નદી. ટુંકમાં આર્થિક સમૃધ્ધી માટે અત્રે માસ ખેતી ઔદ્યોગ જ જીવાદોરી સમાન હોઇ ત્યારે તે માટે આ વિસ્તારનો આધાર માત્ર અને માત્ર 'મેઘ કૃપા' પર જ નિદ્યારીત રહે છે.

 આ સ્થિતીના કારણે ચોમાસુ સિઝનની શરૂઆત થતાંની સાથે જ ખેડૂતો સહીત સૌ કોઇની સારા વરસાદની આશા સાથે આકાશ મિટ મંડાય છે.

સામાન્ય રીતે ૩૦ થી ૩૫ ઇંચ જેવો સરેરાશ વરસાદ ચોમાસુ સિઝન દરમિયાન થાય છે. કેશોદ વિસ્તારને પિવાના પાણી અને ખેતરોમાં ચોમાસા ઉપરાંત શિયાળુ અને ઉનાળુ પાકના પિત માટે લગભગ ૩૫ થી ૪૦ ઇંચ જેવા વરસાદની જરૂરત રહે છે. સિઝનના ૩૫ થી ૪૦ ઇંચ જેવા વરસાદને જાણકારો આગામી સારા વર્ષની નિશાની ગણે છે.

જો ઓછો વરસાદ હોય તો ખાસ કરીને ઉનાળા દરમિયાન પિવાના પાણીની મોટી સમસ્યા ઉદ્ભવે છે. અત્રે આ વિસ્તારમાં અન્ય કોઇ જળસ્ત્રોત  ન હોવાના કારણે લગભગ મોટા ભાગના લોકોએ સ્થાનીક નગરપાલીકા તથા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત તરફથી નળ દ્વારા અપાતા પાણી પર જ આધાર રાખવો પડે છે. જો વરસાદ ઓછો હોય તો આઠ, બાર કે પંદર દિવસે પાણી મળે છે. જેના કારણે લોકોએ ફરજીયાત લગભગ બે સપ્તાહ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરવો પડે છે. આ સ્થિતી વચ્ચે ખેતરોમાં ઉનાળુ સિઝનના પાકની તો આશા રાખવી જ કેમ? આમ આ વિસ્તાર માત્ર વરસાદ પર જ નિદ્યારીત છે.

 ગત જુનના ભીમ અગીયારસથી આ વિસ્તારમાં શરૂ થયેલ ચોમાસુ સિઝન દરમિયાન સમયાંતરે આ વિસ્તારમાં વધતા-ઓછા અંશે વરસાદ પડેલ છે.પવર્તમાન કોરોના વાયરસના કહેર વચ્ચે સમયસર શરૂ થયેલ અને જરૂરત મુજબ સમયાંતરે વરસી રહેલ વરસાદથી લોકો ખુશ જણાઇ રહેલ છે.

દરમિયાન સિઝનની શરૂઆતના પ્રથમ માસમાં સાડાદશ ઇંચ  જેવો વરસાદ વરસી ગયા વરસી ગયા બાદ છેલ્લા ચાર દિવસમાં એટલો જ વરસાદ પડતાં સિઝનના કુલ વરસાદના અડધા વરસાદની ભેટ તો મેઘરાજાએ ચોમાસુ સિઝનના શરૂઆતના પ્રથમ સવા માસમાં જ આપી દિધેલ છે. અને સિઝનને પૂર્ણ થવામાં હજુ લગભગ ત્રણ માસ જેવો સમય બાકી છે ત્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની આશા બંધાયેલ છે.

ચાલુ માસમાં અષાઢ -જુલાઇ સાથે પૂણિમાના સંયોગ રંગ રાખેલ છે. ગત શુક્રવારથી ઉભો થયેલ માહોલ દરમિયાન લગભગ અગિયાર ઇંચ જેવો વધુ વરસાદ પડેલ છે.

કેશોદમાં સિઝનનો કુલ ૨૩ાા ઇંચ વરસાદ થવા પામેલ છે. પ્રવર્તમાન ચોમાસુ સિઝનની પ્રથમ સવા માસની સ્થિતી જોતા લોકો સંતોષ સાથે આનંદની લાગણી અનુભવતા જણાવી રહ્યા છે કે,  'આધા હૈ આધે કી જરૂરત હૈ..!' સવા માસમાં જેટલો વરસ્યો તેટલો ચોમાસુ સિઝનના અંત સુધીમાં વરસી જાય એટલે ભયો ભયો...!(

(12:56 pm IST)