Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જુનાગઢના પ્રકૃતિપ્રેમીએ પર્યાવરણ બચાવવા ૪૦૦૦ સીડસબોલ ભેટ આપ્યા

ખુલ્લી જમીનમાં પ્લાન્ટ કરેલ સીડસ બોલ પર વરસાદ પડતા વૃક્ષરૂપે ઉગી નીકળશે

જુનાગઢ તા.૧૦ : ૪૦૦૦ હજારથી વધુ સીડસ બોલ જુદા જુદા છાયડો આપનારા ઔષધી આપનાર પક્ષીઓને આશરો આપે તેવા વૃક્ષોના બિયારણ બી સાથે ગાયના છાણ ગોબર તથા ગૌ મુત્ર સાથે મીક્ષ કરી નાના બોલ ડો. રમેશ ગજેરા સીટી હોસ્પીટલ જુનાગઢમાં ફાર્મમાં  તૈયાર કરી ભેટ આપેલ છે.

આ સીડ બોલ ખુલ્લી પડતર જમીન, પ્લોટ, સીટી બહાર ૧પ થી ર૦ કિ.મી. સુધી હાઇવે રોડની બંને સાઇડમાં નડતર ના થાય તેમ વાવવા - વૃક્ષારોપણનું કાર્ય શરૂ કરેલ છે.

દરરોજ ૭૦ થી ૧પ૦ સીડસ બોલ જમીનમાં યોગ્ય રીતે મહેનત કરી વાવી રહયા છે. હરીયાલી થી ખુશહાલી લાવવી છે મારે પ્રકૃતિ પર્યાવરણમાં ધરતીને બચાવવી છે.

(12:55 pm IST)