Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

દેવભુમિ દ્વારકામાં વરસાદી પાણી ભરાતા સ્થિતિનું નિરીક્ષણ કરતા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના

ખંભાળિયા તા.૧૦ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે દ્વારકા શહેર વિસ્તારમાં ૧૦ વર્ષમાં ના પડયો હોય તેવો ભારે વરસાદ પડતા તથા શહેરના બેંકો કચેરીઓ વાળો મેઇન રોડ એરીયા પાણીમાં ડુબેલો રહેતા ભયંકર  પરિસ્થિતિ થતાં  તથા દ્વારકા પાલિકા નાકામ રહેતા ગઇકાલે દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જાતે દ્વારકાની મુલાકાત લઇને રૂબરૂ જઇને સ્થિતિ જાણી હતી તથા દ્વારકા નાયબ કલેકટરશ્રી નિહારી ભેરાટિયા તથા મામલતદાર શ્રી ટી.ડી.ઓ ચીફ ઓફિસર વિ. ને સુચના માર્ગદર્શન આપ્યુ હતુ.

દ્વારકા શહેરમાં અત્યંત પાણી ભરાયેલુ હોય  પાલિકા પાસે પંપ હેવી ના હોય નાયરા કંપનીના તથા રાજકોટથી પ૦ પં૦ એચ.પી. તથા ૧૦૦ એચ.પી.ના હેવી પંપોને લાવીને કામે લગાડવાની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ થઇ જવાની સંભાવના તંત્ર માની રહયુ છે.

જો કે ભારે વરસાદ પાણી ભરાતા દ્વારકની સ્થિતિ વિકટ થતાં આઠ દિવસથી પીવાનું પાણી પણ  લોકોને મળી શકયુ નહતુ.

(12:49 pm IST)