Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

મોરબીમાં સાયકલ પરથી પડી જતા વૃદ્ધ ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવનુ મોત

મોરબી : મોરબીમાં સાયકલ પરથી પડી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝમ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ પર આવેલ ધુળકોટીયાની વાડીમાં રહેતા ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે તા.૯ ના રોજ કામધેનુ પાસે, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે કોઇપણ કારણોસર સાયકલ પરથી પડી જતા તેમનું મોત નીપજ્યું હતું. એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:22 pm IST)