Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

શાપર-વેરાવળમાં વિદેશી સીગારેટનો જથ્થો પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો

પાન-બીડીના વેપારી ભાવેશ નિમાવતની ધરપકડ

રાજકોટ તા.૧૦ : ગોંડલ પોલીસે ગઇકાલે ગેરકાયદે વિદેશી  સીગારેટનો જથ્થો ઝડપી લીધા બાદ રૂરલ એસઓજીની ટીમે શાપર વેરાવળમાં પાન-બીડીની દુકાનમાં રેઇડ કરી વિદેશી  સીગારેટનો જથ્થો ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં વેરાવળ ગામના બસ સ્ટેશન પાસે કાજલ પાન એન્ડ કોલ્ડ્રીંકસના દુકાનમાં વિદેશી સીગારેટનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા રૂરલ એસઓજીના નવનિયુકત પી.આઇ. અજયસિંહગોહિલના માર્ગદર્શન હેળ એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી બીલ કે આધાર વગરની વિદેશી સીગારેટના બોકસ નંગ-૧ર કિ.રર૪૦નો જથ્થો પકડી પાડી દુકાનદાર ભાવેશ રામપ્રસાદ નિમાવત રે. ગ્રીનસીટી બ્લોક નં.૪૪, ખીલોરી તળાવ પાસેગોંડલને પકડી પાડી શાપર-વેરાવળ પોલીસને હવાલે કર્યો હતો.

(11:51 am IST)