Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કેશોદના પાડોદર નજીક બે વિજ પોલ તૂટ્યા બે ધરાશયી

કેશોદ,તા.૧૦: કેશોદ તાલુકાનાં પાડોદર ગામથી આગળ પાડોદર અખોદર સરોડના ત્રણ રસ્તા જુદા પડે તે જગ્યાએ ગત રાત્રીના બે પોલ તુટેલા રોડ ઉપર પડેલાં જોવા મળી રહયાછે જયારે બેઙ્ગ વિજપોલ ધરાશયી થયેલાં જોવા મળી રહયાછે.

વિજ પોલ પડવાના કારણે વિજ પુરવઠો બંધ થતાં સરોડ ગામ તરફ જતીઙ્ગ ખેતીવાડી તિરૂપતિ ફિડર વિજ લાઈન બંધ થતાં સરોડ ગામના ખેડુતોએ પીજીવીસીએલ કચેરીએ જાણ કરતાં કેશોદ ગ્રામ્ય બે ના ડેપ્યુટી એન્જિનીયર કે. ડી. ચારેલ ચુડાસમા તથા મોરી સહીતના અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી તપાસ કરી હતી અને તાત્કાલિક નવા વિજપોલ સ્થળ પર પહોંચાડી નવા વિજ પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીછે.ઙ્ગ ખેડુતોને તાત્કાલિક વિજ પુરવઠોઆપવામા આવે તેવું પીજીવીસીએલ એન્જીનીયર કે. ડી. ચારેલે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રીનાવિજળી જવાના કારણે સરોડના ખેડુતો દ્વારા આ પાડોદરના પુલ પાસે આવેલ વિજ પોલ પરથી વિજ લાઈન ખેડુતોએ જાતે રીપેર કરી હતી જોકે વિજ પાવર શરૂ થયા બાદ રાત્રીના ફરીથી વિજ પ્રવાહ બંધ થતાં ખેડુતોએ ફરીથી તપાસ કરતાં બે વિજપોલ તુટેલા જોવા મળ્યા હતા જયારે અન્ય બે વિજપોલ ધરાશયી થયેલાં હતાં જે બાબતે ખેડુતોના પ્રાથમિક અનુમાન મુજબ બે તુટેલા વિજપોલ કોઈ વ્યકિત દ્વારા ઈરાદાપૂર્વક તોડી નાખવામાં આવ્યા હોવાનું પણ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ બનાવ બાબતે પીજીવીસીએલ તંત્રને જાણ કરતા અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી વૈકલ્પિક વિજ પ્રવાહ માટેની વ્યવસ્થા માટે તાત્કાલિક નવા વિજ પોલ પહોંચાડી નવા વિજ પોલ ઉભા કરવાની ઝડપી કામગીરી કરેલ હતી.ઙ્ગ ઙ્ગપીજીવીસીએલ અધિકારીઓની ઈમરજન્સી કામગીરીનેઙ્ગ ખેડુતો બિરદાવી રહ્યા છે.

(11:50 am IST)