Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

તું મારા મુસાફરો કેમ લઇ જાય છે? કહી વિક્રમને જગા ભરવાડે લાકડીથી ફટકાર્યો

શાપર વેરાવળના યુવાનને માથામાં ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૧૦: શાપર વેરાવળમાં રિક્ષામાં મુસાફરો ભરવા મામલે એક ચાલકને બીજા ચાલકે લાકડીથી ફટકારતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

શાપર વેરાવળમાં શિતળા મંદિર પાસે રહેતો વિક્રમ શિવનારાયણ શાહ (ઉ.૨૮) ગોંડલ રોડ ચોકડીના ઓવરબ્રીજ પાસે પોતાની રિક્ષા લઇને ઉભો હતો અને શાપરના મુસાફરો ભરી રહ્યો હતો ત્યારે આ પાટે જ રિક્ષા હંકારતા જગા ભરવાડે તું મારા મુસાફરોને કેમ ભરી જાય છે? કહી ગાળો દઇ લાકડીથી હુમલો કરી માથા-શરીરે ઇજા કરતાં વિક્રમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વિક્રમના કહેવા મુજબ જગાની રિક્ષામાં પણ મુસાફરો બેઠા હતાં. બે મુસાફરને મેં બેસાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને હુમલો કર્યો હતો.

(11:48 am IST)