Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

હળવદના માથકમાં રંજુબેનને દિયર દેવજીએ ખપારી ફટકારી

જુના મનદુઃખનો ખાર રાખી તૂટી પડ્યો

રાજકોટ તા. ૧૦: હળવદના માથક ગામે રહેતાં રંજુબેન રાજુભાઇ ભોરણીયા (કોળી) (ઉ.૩૫)ને તેના કોૈટુંબીક દિયર દેવજી માધુભાઇએ ઝઘડો કરી માથામાં લોખંડની ખપારી ફટકારી દેતાં હળવદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના હેડકોન્સ. રાજભાઇ ગીડા અને રવિભાઇએ હળવદ પોલીસને જાણ કરી હતી.

રંજબેનના પતિ રાજુભાઇ ખેત મજૂરી કરે છે. તેના કહેવા મુજબ પોતે વાડીએ હતાં ત્યારે હુમલો થયો હતો. અગાઉ છોકરાવની બાબતે તકરાર થઇ હતી. કદાચ જુના મનદુઃખને કારણે આ હુમલો થયો હોઇ શકે છે. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)