Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

માણાવદરના ભીમોરા પાસે વનવિભાગના કર્મચારી ઉપર બે શખ્સોનો હુમલો

મોબાઇલ ઝુંટવીને વોંકળામાં નાખી દીધો

જુનાગઢ તા.૧૦ : માણાવદરનાં ભીમોરા પાસે વન વિભાગના રોજમદાર કર્મચારી ઉપર બે શખ્સોએ હુમલો કરી તેનો મોબાીઇલ વોંકળામાં ફેકી દઇ નુકસાન કર્યાની પોલીસ ફરીયાદ થઇ છે.

માણાવદર તાલુકાના વેળવા ગામેે રહેતા વન વિભાગના રોજમદાર બાવનજીભાઇ કેશવભાઇ મકવાણા (ઉ.વ.પર) ગઇકાલે બપોરના માણાવદરના ભીમોરાગામ પાસે આવેલ ઉટડી અનામત વીડીમાં ફરજ પર છતાં ત્યારે ઉટડી ગામનો હમીર વિરાભાઇ કરમટા અને એક અજાણ્યો શખ્સ ભેંસો ચરાવવા માટે જંગલમાં પ્રવેશયા હતા. આથી બાવનજીભાઇએ આ શખસોને જંગલમાંથી ભંેસો લઇને જતાં રહેવાનું કહેતા બંને ઇસમો ઉશ્કેરાય ગયા હતા. બાદમાં હમીર કરમટાએ લાકડી વડે હુમલો કરી અને તેની સાથેના શખ્સે ઢીકાપાટુનો માર મારીને વન કર્મી બાવનજીભાઇને ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે જંગલ ખાતાના ગાર્ડને ફોન કરવાનો બાવનજીભાઇએ પોતાના મોબાઇલ કાઢતા હમીર વિરાએ મોબાઇલ ઝુંટવીને પાણી ભરેલા વોંકળામાં નાખી દઇ નુકસાન પહોંચાડયુ હતુ. આ અંગેની ફરીયાદના આધારે માણાવદરના પીએસઆઇ પી.વી.ધોકડીયાએ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)