Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સાયલાના નિનામા ગામે નારણભાઇ રબારીને ધારા ભરવાડે ધારીયુ ઝીંકયું

રાત્રે તબેલા પાસે દેખાયો હોઇ સવારે આ બાબતે પુછતાં હુમલો કયો

રાજકોટ તા. ૧૦: સાયલાના નીનામા ગામે રહેતાં નારણ દેવાયતભાઇ લુણી (ઉ.વ.૨૭) નામના રબારી યુવાન પર તેના જ ગામના ધારા મેરાભાઇ ભરવાડે ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે સાયલા પોલીસને જાણ કરી હતી. નારણના સગા કરસનભાઇના કહેવા મુજબ પરમ દિવસે રાત્રીના સમયે અમારા તબેલા પાસે ધારો આટાફેરા કરતો જોવા મળ્યો હતો. નારણ તેને જોઇ જતાં તે ભાગી ગયો હતો. ગઇકાલે સવારે ધારાને બોલાવી તું  રાતે અમારા તબેલા પાસે શું કરવા આવ્યો હતો? તેમ પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળાગાળી કરી હુમલો કરી ભાગી ગયો હતો. પોલીસે વિશેષ તપાસૃ હાથ ધરી છે.

(11:46 am IST)