Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જુનાગઢ કૃષિ યુનિ. દ્વારા ખેડુતોને ખેતી વિષયક માર્ગદર્શન ઓનલાઇન અપાયુ

જુનાગઢ,તા.૧૦ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,  વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્રારા ઓન લાઈન ખેડૂત તાલીમ યોજાઇ ગઈ. ૨૦૦ ખેડૂતોએ આ તાલીમમાં જોડાયમાર્ગદર્શન મેળવેલ. આ તાલીમ કાર્યક્રમનાં અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં  કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, આ વર્ષે મગફળી-કપાસનું વાવેતર ઘણા વિસ્તારમાં થયેલ છે. બીજા પાકોમાં આ વર્ષ સોયાબીનનું વાવેતર વધું થયું છે. આ વર્ષે ત્રણ તબક્કામાં વાવણી થઈ છે. પરંતુ ઓરવેલા કપાસમાં હવે ફૂલ આવતા હશે.કપાસનુંઆગોતરૂ વાવેતર ન કરાય છતાં જેણે કર્યું છે તેમણે ફૂલ વખતે ફેરોમેન ટ્રેપ મુકી નેજાણી લેવું કે ગુલાબી ઇયળનું ફૂદું નથી આવ્યું ને ? જો જણાયતો તેનાં નિયંત્રણ માટે પગલા લેવા પડે છે. જે વિસ્તારમાં વધુ પાણી ભરાયા હોય તેમણે ભરાયેલા પાણી દૂર કરવું. મુંડા – ગુલાબી ઈયળ મુખ્ય સમસ્યા છે તેનો ઉપદ્રવ ન આવે તેનું ધ્યાન રાખવું. આ વર્ષે તીડનો ઉપદ્રવ પણ આવ્યો છે તે માટે પણ સજાગ રહેવું પડશે.

વૈજ્ઞાનિકો તમોને વોટ્સઅપ, યુટુબ, રેડીયો, ટી.વી., પ્રેસ મીડીયા વગેરે માધ્યમ દ્રારા માર્ગદર્શન આપતા હોય છે. છતાં કોઈ સમસ્યા હોય તો ફોન કરી સંપર્ક કરવો. આ વર્ષે પ્રથમ વરસાદ સારોથયો તે સારી વાત કહેવાય. આ પ્રંસગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.બી.કે.સગારકાએ જણાવ્યું કે, તમો જે પાકો વાવેતર કરો છો તેમાં પાક પધ્ધતિ જાણો અને યુનિવર્સીટીની ભલામણ મુજબ તમો અમલ કરો તો ચોક્કસ સફળ થશો. પાકનું જોખમ ઘટવા આંતર પાક, રીલે પાક ઉપરાંત એરેંડાનું પણ વાવેતર કરતા થયા છે. તજજ્ઞોમાં કીટકશાસ્ત્રનાં વાડા ડો.એમ.એફ. આચાર્યએ પાકમાં આવતી જીવતો વિષે વિગતવાર માહિતી આપી.

રોગશાસ્ત્રનાં વડા ડો. એલ.એફ. અકબરી એ હવે પાકમાં આવતા રોગો વિષે માહિતી આપી હતી તેમજ મગફળીની ખેતી પધ્ધતિ માટે પ્રો. સી એચ. ભૂત, કપાસની સમસ્યા માટે ડો.વરિયાતેમજ નિંદામણ નિયંત્રણ માટે કૃષિ વિજ્ઞાનના વડા  ડો.આર.કે.માથુકીયાએ વિગતવાર વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે ડો.વી.જે.સાવલીયા, ડો. પી.જે.ગોહિલ, ડો.એચ.સી. છોડવડીયા હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ડો.જી.આર.ગોહિલે ઉપસ્થિત મહાનુંભાવોનું સ્વાગત, સંકલનઅને સંચાલન સફળતાપૂર્વક કરેલ.

(11:46 am IST)