Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સુરેન્દ્રનગર સફાઇ કર્મચારીનું મોત : કોન્ટ્રાકટ બેઝ ઉપર ફરજ બજાવતા

કોન્ટ્રાકટરો દ્વારા ત્રણ માસનો પગાર ચૂકવવામાં નહીં આવતા પૈસાની તાતી જરૂર હોવાના કારણે એટેક આવતા મોત નિપજ્યું હોવાનો આગેવાનો દ્વારા આક્ષેપ

વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા અને વઢવાણ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર સફાઈ કામગીરી કરતા ૩૫૦ થી વધુ કર્મચારીઓને પાંચ માસથી પગારની ચૂકવણી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી નથી જેના કારણે સુરનગર જિલ્લામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર ફરજ બજાવતા અને કોરોના વોરિયર કોન્ટ્રાકટ બેઝ ઉપર ફરજ બજાવતા અને કોરોના વોરિયર્સ તરીકે સફાઈ કામગીરી કરતા ૩૫૦થી વધુ સફાઈ કર્મચારી રજા ઉપર ઉતરી જવા પામ્યા છે.

જેનો વિરોધ સુરેન્દ્રનગર જિલ્લાની દુધરેજ નગરપાલિકામાં રોજ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે છતાં પણ સફાઈ કર્મચારીઓને પગારની ચુકવણી કરવામાં આવી રહી નથી જેના કારણે સફાઈ કર્મચારીઓ માં નગરપાલિકા સામે અને ખાસ કરી સફાઈ કરવાનો કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટર ઉપર રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

દુધરેજ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર સફાઈ બજાવતા સફાઈ કર્મચારી રાયસંગભાઈ કેસા ભાઈનું હદય રોગના કારણે મોત નિપજયું છે ત્યારે ખાસ કરી સફાઈ કર્મચારીઓના આગેવાન દ્વારા અને તેમના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નગરપાલિકા દ્વારા પાંચ માસથી પગારની ચૂકવણી ન કરવામાં આવતા અને નાણાં ની તાતી જરૂરિયાત હોય અને કોઈ ઉછીતા પણ નાણાં ન આપતા હોવાના કારણે આજે હદય રોગના કારણે તેમનું મોત નીપજયું છે તેવો આક્ષેપ તેમના પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

મૃતકને સંતાનમાં પાંચ બાળકો છે તેમાં ત્રણ દીકરીઓ અને બે પુત્રો છે ત્યારે સફાઈ કર્મચારીઓના આગેવાન મયુરભાઈ પાટડીયા દ્વારા તાત્કાલિક પણ એ નગરપાલિકાના અધિકારીઓને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી તે છતાં પણ અધિકારીઓ આ પરિવારજનો વચ્ચે ડોકાવા પણ ન આવતા સફાઈ કર્મચારીઓ ઉપરાંત વાલ્મિકી સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.

રતનપર વિસ્તારમાં રહેતા રાયસંગભાઈ કેશાભાઈ નું હદય રોગના કારણે મોત નીપજયું હતું ત્યારે ખાસ કરી સફાઈ કર્મચારીઓના આગેવાન દ્વારા રાયસંગભાઈને પાંચ માસથી પગાર ન ચુકવતા આર્થિક કટોકટીના કારણે મોત નીપજયું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે તે હેતુથી મોડી રાત્રે આશરે ૧૧ વાગ્યે સફાઈ કર્મચારીઓ નગરપાલિકાએ પહોંચ્યા હતા..

ત્યારબાદ નગરપાલિકાના એન્જિનિયર હેરમાની ઉપસ્થિતિમાં ઉગ્ર રજૂઆત પણ સફાઈ કર્મચારીઓ ના આગેવાન દ્વારા કરવામાં આવી હતી ત્યારે ખાસ કરી નગરપાલિકા દ્વારા મૃતકના પત્નીને નગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી આપવામાં આવશે અને સરકાર દ્વારા મળતી સહાય પણ આ મૃતકના પાંચ સંતાનોને આપવામાં આવશે તેવી ખાતરી આપતા આ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારી ના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.(

(11:44 am IST)