Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

દુબઇમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા મદદરૂપ થતાં ઘેડ પંથકના સેવાભાવી યુવાનો

ગોસા (ઘેડ),તા.૧૦:પોરબંદર તાલુકાના ઘેડ પંથકના નાનકડા એવા ચીકાસા ગામ ના અને હાલ દુબઈ સ્થાયી થયેલા નવયુવાન પ્રતાપભાઈ કુછડીયા તેઓની સાથે ભરતભાઇ જોશી કે એક દુબઈના બિઝનેસમેન છે. જયારે અન્ય ધર્મદેવ ભાઈ જેઠવા અને કુંજ લ ભાઈ પટેલ કે જેઓ દુબઈ યુએઈમા હાલ કોરોનાવાયરસના કારણે ફસાયેલા ભારતીયોને વતન ભારત પહોંચાડવા જહેમત ઉઠાવી રહ્યા છે. 

આ ચારેય યુવાનો ભારતીય લોકો કેજે દુબઈ કે યુ એ ઈ ગયા અને ત્યાં ફસાયેલો અને કઈ રીતે વતન મોકલવા જહેમત ઉઠાવી રહ્યા છે.

અત્યારે કોરોના મહામારી ના કારણે આજે વિશ્વ આખું આ મહામારી ના રોગમાં સપડાયું ને મુશ્કેલી અનુભવી રહ્યા છે

જેના કારણે દેશ વિદેશ અમન ગમન માટે તમામ ફ્લાઇટો બંધ છે. ત્યારે આવા કપરા સમયે આપણા ખમીરવંતા યુવાનો વિદેશમાં ફસાયેલા ભારતીયોને ચાર્ટર્ડ ફ્લાઈટ, આઈ પી એલ ફ્લાઇટ દ્વારા ૮૦૦ જેટલા ભારતીય વિદેશ માં ફસાયેલો ને ભારત વતન પહોંચાડેલ છે. ટૂંક સમયમાં બે ફ્લાઈટની મંજૂરી મેળવવાઙ્ગ તજવીજ હાથ ધરી છે.

જોબે ફ્લાઇટને મંજૂરી મળશે તો ૩૫૦ જેટલા મુસાફરોને ભારત મોકલવા સુગમતા રહે છે. ત્યારે કોરોના મહામારી કપરા સમયમાંઙ્ગ દુબઈના ફસાયલા ને ભારત આવવા માંગતા લોકોએ દુબઈ સ્થાયી થયેલા પ્રતાપભાઈ કુછડીયા, ભરતભાઇ જોશી, ધર્મદેવ ભાઈ જેઠવા તેમજ કુંજલભાઈ પટેલના કોન્ટેક નંબર૯૭ ૧૫૦૩૭ ૪૭૬૫૪,+૯૭ ૧૫૫૯૯૪૬૩૭૧,+૯૭ ૧૫૪૫૬ ૯૪૧૦૪૧,+૯૧૯૭૨૭ ૭૦૬૬૪૪ +૯૭૧૫૦ ૩૭ ૪૭૬૫૪,+૯૭૧૫૫ ૯ ૯૪૬૩૭૧,+૯૭ ૧૫૪૫૬ ૯૪૧૦૪૧,+૯૧૯૭૨ ૭૭૦૬૬૪૪ આ નંબર ઉપર સંપર્ક કરવો જેથી  ફ્લાઈટમાં બેસાડવા મદદરૂપ થઈ શકાય.

આ નંબર ઉપર સંપર્ક ન થઈ શકે તો પોરબંદર ખાતે હજુર પેલેસ મહેર અગ્રણી હિરલબા ભુરાભાઈ મુંજાભાઇ જાડેજા નો સંપર્ક કરવાથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને મદદરૂપ બનવા આહવાન કરેલ છે.

(11:28 am IST)