Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ગઢડા-બાલંભામાં પોણો, જામનગરમાં અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છના ર૮ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

ઘડીકમાં આકરો તાપ અને ઘડીકમાં તો શિતળ છાંયો

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘવિરામ યથાવત છે આ વાતાવરણ વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં  દેવભુમિ દ્વારકા જીલ્લાના ગઢડા (સ્વામીના) અને જોડીયાના બાલંભામાં પોણો ઇંચ વરસાદ પડયો છે જયારે જામનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છના ર૮ કલાકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. કાલે સવારથી આજે સવાર સુધીમાં ર૪ કલાકમાં જામનગરમાં અડધો ઇંચ, જોડીયાના બાલંભામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ધ્રોલ, લાલપુર, જોડીયા, પીપરતોળા, નિકાવા, દરેડ, ફલ્લા, વસઇ, મોડપરમાં હળવા ભારે ઝાપટા પડયા છે.

ર૪ કલાક દરમિયાન અમરેલી, બાબરા, રાજૂલા, અબડાસા, નખત્રાણા, ભુજ, મુંદ્રા, માંડવી, બરવાળા, બોટાદ, ગારીયાધાર, હળવદ, દેવભૂમિ દ્વારકા, સાયલા, જામનગર, વલ્લભીપુર, શિહોર, જોડીયા, ધ્રોલ, લાલપુર, ધ્રાંગધ્રા, થાનગઢડા ૧ મી. મી. થી માંડીને ૭ મીમી સુધીના એટલે કે હળવા-ભારે ઝાપટા પડયા છે

(11:07 am IST)