Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જામનગરમાં કોરોનાનો કહેરઃ શહેરમાં નવા ૮ અને જિલ્લામાં ૩ સહિત વધુ ૧૧ કેસ પોઝીટીવઃ કુલ કેસ ૨૯૭

દિગ્વિજય પ્લોટ,શંકર ટેકરી,ગાજર ફળી,ચાંદલિયા શ્રી અને બેડીમાં કોરોના કેસ :ધ્રોલ અને ઠેબામાં પણ કોરોના કેસ નોંધાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૦:  કોરોનાનો કહેર યથાવત છે કાલે શહેરમાં નવા ૮ અને જિલ્લામાં ૩ સહીત વધુ ૧૧ કેસ પોઝીટીવ નોંધાયા છે આ સાથે સિટીમાં ૨૨૭ અને જિલ્લાના ૭૦ મળીને કુલ કેસની સંખ્યા ૨૯૭ થઇ છે

કાલે સાંજે વધુ છ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજેશ માંડવીયા (ઉંમર વર્ષ ૪૦ ) ( રહેવાસી દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ જામનગર) , જગદીશ ચૌહાણ ( ઉંમર વર્ષ ૪૦ ( રહે,શંકર ટેકરી જામનગર) , જમનાબેન મૂળજીભાઈ (ઉંમર વર્ષ ૬૦ ) ( રહેવાસી દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૦ જામનગર) , કલ્પનાબેન દવે (ઉમર વર્ષ ૩૮) (ઙ્ગ રહેવાસી ગાજર ફરી જામનગર) ભરતભાઈઙ્ગ ભણસાલી (ઉંમર વર્ષ ૫૫ ) ( ચાંદલીયા શેરી જામનગર) અને અનીશ વોકલ(ઙ્ગ ઉંમર વર્ષ ૫૦ બેડી જામનગર) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જયારેઙ્ગ ઠેબા ગામ તથા ધ્રોલ એક -એક કેસ નોંધાયો છે.

(11:03 am IST)