Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ભાવનગર વોરાબજારમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ૧૫ દિ'માં ઉકેલાયો : ત્રણ ઝડપાયા

ભાવનગર તા.૧૦ : લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તેદરમ્યાન પો.કો રાજેન્દ્રસિંહ સરવૈયાને હકિકત મળેલ કે,કંુભારવાડા મોતીતળાવ ખાતે રહેતો આદીલભાઇ ઉર્ફે તપેલી મહેબુબભાઇ સલેમાનભાઇ મલેક તથા તેના મિત્રો એક હોન્ડા શાઇન મો.સા. રજી નંબર જી.જે.૦૪.સી.એલ- ૭૭૦૪ઙ્ગ છે.જેમા ત્રણેય જણા ચોરી કરેલ તેનો મુદામાલ લઇને વેચવા નીકળવાના છે તેવી હકીકત મળતા મોગલ માતાના મંદીર પાસે વોચમાં રહેતા એક મો.સા. ઉપર ત્રણેયઙ્ગ ઇસમો આવતા તે મો.સા.ને રોકી જેમાં (૧) આદીલભાઇ ઉર્ફે તપેલી મહેબુબભાઇ સલેમાનભાઇ મલેક સિપાઇ ઉ.૧૮ વર્ષ ૬ મહીના ધંધો-મજુરી રહે. કુંભારવાડા, એકતાનગર,શેરી નંબર -૦૨, મફતનગર, ભાવનગરની ઝડતી કરતા તેની પાસેથી સોના ના દાગીના મળી આવતા હોય (૧)સોનાનીઙ્ગ મોટી વીટી નંગ-૨૫ જેનુ વજન ૩૨ ગ્રામ ૭૩૦ મીલી ગ્રામ (૨)સોનાની નાની વીટી નંગ-૨૫ જેનુ વજન ૧૩ ગ્રામ ૩૦૦ મીલી ગ્રામ (૩) સોનાના ઓમકાર નાના-મોટા નંગ-૧૦ જેનુ વજન ૪ ગ્રામ ૭૫૦ મીલી ગ્રામ(૪)સોનાની ચુક નંગ-૧૦ જેનુઙ્ગ વજન ૨ ગ્રામ ૨૦૦ મીલી ગ્રામ કુલ.કી.રૂ. ૯૦,૦૦૦ ગણીઙ્ગ તથા લાલ કાળા કલરનો વીવો કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦૦ (૨) વિપુલ ઉર્ફે દુડી નવલભાઇ પ્રાગજીભાઇ ગોલારાણા ઉ.વ.૨૩ રહે. કુંભાર વાડા, એકતાનગર, શેરી નંબર-૦૨, મફતનગર, ભાવનગરવાળો હોવાનુ જણાવેલ તેની પાસેની ચાંદીના છડાઙ્ગ લીલા મીણાવાળા છડા જે નંગ-૩૪ વજન ૧ કીલો ૫૬ ગ્રામ કી.રૂ.૩૦,૦૦૦ તેમજ કાળા કલરનો જીઓ કંપનીનો સાદો મોબાઇલ અને કી.રૂ.૫૦૦ (૩) અજય ઉર્ફે શ્રધ્ધા ઉર્ફે પાયલ ધીરૂભાઇ મુળજીભાઇ વેગડ/કોળી ઉ.વ.૧૯ રહે.કુંભારવાડા, મોતીતળાવ, એકતાનગર, શેરી નંબર-૦૨, મફતનગરવાળા પાસેથી ચાંદીના છડા લાલ તથા લીલા મીણા વાળા છડા જે નંગ-૩૪ વજન ૧ કીલો ૭૦ ગ્રામ જેની ક.રૂ.૩૦,૦૦૦ કબ્જે કરેલ છે. તથા કાળા કલરનો રેડમી કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦૦ ગણી તથા મો.સા હોન્ડા કંપનીનુ જી.જે.૦૪.સી.એલ-૭૭૦૪ કી.રૂ.૩૫,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. લોખંડ નો સેટીંગ કામ વપરાતો સળીયો કી.રૂ.૧૦૦ગણી કબ્જે કરેલ છે.ઙ્ગ

ઉપરોકત ત્રણેય ઇસમો પાસેથી સોના ચાંદીના દાગીના ની કી.રૂ.૧,૫૦,૦૦૦ તથાઙ્ગ મોબાઇલ -૦૩ કી.રૂ.૧૦,૫૦૦ તથા મો.સાની કી.રૂ.૩૫,૦૦૦ તથા એક લોખંડ નો સળીયો જેની કી.રૂ.૧૦૦ની મળી કુલ કી.રૂ.૧,૯૫,૬૦૦/-નો મુદામાલ મળી આવેલ શકપડતી ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ છે.તેમજ આ ચીજવસ્તુઓ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા તેઓની સઘન પુછપરછ કરતા મજકુર ઇસમોએ કબુલાત કરેલ છે. કે આજથી આશરે પંદર દિવસ પહેલા વોરા બજારમાં આવેલ સોનીની દુકાન તોડી તેમાંથી ચોરી કરેલાની કબુલાત કરતા ઘોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ થવાઙ્ગ માટે પોલીસ ઇન્સ.શ્રી. ગંગાજળીયા પો.સ્ટે.ભાવનગર ને સોપી આપવા તજવીજ કરેલ છે

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથાઙ્ગ સ્ટાફના. એસ.આઇ પરાક્રમસિંહ ગોહીલ તથા હેડ કોન્સ એમ.પી.ગોહીલ તથા હેડ કોન્સ જે.વી.જાડેજા તથા હેડ કોન્સ બી.એસ.ચુડાસમા તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ જી.જે.ગોહીલ તથા આર.એમ. સરવૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સઙ્ગ વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કોન્સ ઇમ્તીયાજખાન પઠાણ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા જયદીપસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

(10:15 am IST)