Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર બહેનોને યશોદા એવોર્ડ અર્પણ

સુરેન્દ્રનગર, તા. ૧૦ : પ્રધાનમંત્રીશ્રીના 'સહી પોષણ દેશ રોશન'ના આહવાનને ચરિતાર્થ કરવા અને સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સુરેન્દ્રનગર ખાતે સાંસદશ્રી ડો. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ ચિંતન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી ડો. મુંજપરાએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સહી પોષણ દેશ રોશનના સ્વપ્નને પૂર્ણ કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે. તેમણે જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ આપી હતી. સાથો સાથ જિલ્લા ઘટક કક્ષામાં સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી બિરદાવ્યા હતા.

વઢવાણના ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે સૌને સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા રાજય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી અને આ માટે હાથ ધરાયેલ વિવિધ યોજનાઓની વિસ્તૃત વિગતો આપી સરકારશ્રીની કુપોષણ મૂકત ગુજરાતની કલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ – ગાંધીનગર દ્વારા યોજાયેલ આ સુપોષણ ચિંતન સમારોહ અને સાડી ગણવેશ વિતરણ કાર્યક્રમમાં સાંસદશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ નિમિત્ત્।ે પોષણ કિટનું વિતરણ, જિલ્લામાં ઘટક કક્ષાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડના વિતરણની સાથે બાળકોના પોષણ સ્તરના મોનીટરીંગ માટેના રજીસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત મહાનુભાવોએ પુરક પોષણમાંથી બનાવવામાં આવેલ વાનગીઓનું નિદર્શન તેમજ પૂર્વ પ્રાથમિક તથા પુર્ણા યોજનાની પ્રવૃત્ત્િ।ઓનું નિદર્શન કર્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ રાજયગુરૂ, પ્રોગ્રામ ઓફિસરશ્રી મનિષાબેન, ઈન્ચાર્જ મામલતદારશ્રી, અગ્રણીઓ સર્વશ્રી કાંતીભાઈ ટમાલીયા, સવિતાબેન મેટાલીયા, રાઘવભાઈ, પન્નાબેન શુકલ તથા મોટી સંખ્યામાં જિલ્લાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહયાં હતા.

(1:34 pm IST)