Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

તળાજાના ગોપનાથ વિસ્તારના દરિયામાં સતત ખનન : કલેકટરને રજૂઆત

ભાવનગર, તા. ૧૦ : તળાજા શહેર હોય કે તાલુકાનું કોઇપણ સ્થળ, ખનન માફિયાઓ વધુને વધુ પગ પેસારો કરતા જાય છે. ખનન ન થાય તે માટે માતર ખાણ ખનિજ જ નહીં રેવન્યુ પોલીસ વિભાગ પણ રેડ કરી શકે છે તેમ છતાંય ખનનન માફિયાઓ મન પડે ત્યાંથી રેતી પથ્થર કાઢી રહ્યા છે. જેના પગલે ગોપનાથ નજીકના રાજપરા ગામના આગેવાનો દ્વારા અહીંના અધિક કલેકટરને દરિયામાંથી રેતી કાઢતા તત્વો સામે લાલ આંખ કરી ખનન રોકવા આવેદનપત્ર આપેલ હતું.

દારૂ ઝડપાયો

ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના નેસડા ગામે રહેતા જીતુભાઇ મુળજીભાઇના રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૧૭૦ બોટલ કિંમત રૂ. પ૦૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે દરોડા દરમ્યાન નાસી છુટેલા જીતુ વિરૂદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(11:35 am IST)