Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વાંકાનેર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ લોકોને આધારકાર્ડ , માં કાર્ડ અને આયુષ્માનકાર્ડ માટે ધરમ ધક્કા

વાકાનેર તા.૧૦: વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ૧૦૦ ગામોના આધારકાર્ડથી વંચિત રહેલા લોકોને આધારકાર્ડ કઢાવવા માટે વાંકાનેરના છેવાડાના લોકો પોતાના ગામે થી વાંકાનેર શહેરની  મુખ્ય ઓફીસો મામલતદાર કચેરી , તાલુકા પંચાયત કચેરી એ પોતાની જાતિના તથા આવકના દાખલા કઢાવવા માટે કાયદેસરના ડોકયુમેન્ટ  સાથે તાલુકા પંચાયત કચેરીએ ગ્રામ્ય વિસ્તારની પ્રજા જાય છે. પરંતુ ત્રણેક કિ.મી.ના  મામલતદાર ઓફિસના ધક્કા આ વંચિત લોકો માટે થાય છે. આ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જાતિ અને આવકના દાખલા તાલુકા વિકાસ અધિકારી કાઢી આપતા હતા. પરંતુ હવે આ દાખલાઓ કાઢી આપવા માટે મામલતદાર કચેરીએ  અરજદારોને  માોકલવામાં આવે છે. આમ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી વચ્ચે વંચિત લોકો પીસાઇ રહ્યા છે.  આ બાબતે રેલીઓ તથા આવેદનપત્રો  અપાયા હોવા છતા હજુ સુધી સંતોષકારક જવાબ ન મળતો હોઇ વંચિત લોકો પરેશાન થઇ રહ્યા છે.

(11:35 am IST)