Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

બગસરા નગરપાલિકાની પેટાચુંટણીમાં ભાજપે મેદાન માર્યુઃ પાંચમાંથી ચારમાં વિજેતાઃ કોંગ્રેસને ૧ બેઠક

ભાજપની જીતને જનતાની જીત ગણાવતા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા

બગસરા, તા.૧૦: બગસરા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપના ૪ઉમેદવારો વિજેતા બન્યા હતા જયારે કોંગ્રેસને ફાળે એક બેઠક આવી હતી. બગસરામાં નગરપાલિકા ની કુલ ૪વોર્ડ ની પેટાચૂંટણી તારીખ ૦૭/૦૭ના રોજ યોજાઈ હતી જેમાં વોર્ડ નં.૨ માં સામાન્ય સ્ત્રી ની બેઠક પર થી હંસાબેન આર. માલવીયા ભાજપ ની ટીકીટ પર થી લડી રહ્યા હતા જેમાં તેને ૯૩૬ મત મળ્યા હતા તો કોંગ્રેસ માંથી હંસાબેન એમ. બોરીચા ને ૭૯૩મતો મળ્યા હતા અને નોટામાં ૪૪ મત પડ્યા હતા આમ ૨ ન. ના વોર્ડ માં કુલ મતદાન ૧૭૭૩ નું થયું હતું જેમાં ભાજપ ના ઉમેદવાર ૧૪૩મતો એ વિજેતા જાહેર થયા હતા.

જયારે વોર્ડ ન.૩માં સામાન્ય સ્ત્રીની ૨ બેઠકો પર થી ભાજપ ના ૧ના ઉમેદવાર આશાબેન આર. દેશાણી ૨નં.ના ઉમેદવાર વિલાસબેન સી. પાઘડાળ ઉમેદવારી કરી હતી તો કોંગ્રેસ માંથી ૧ન.ભાવનાબેન કે. કટેશિયા ૨ન. રશીલાબેન એમ.જોધાણી ઉભા રહ્યા હતા જયાં ભાજપ ના બંને સ્ત્રી ઉમેદવાર ને ક્રમશઃ ૧૨૯૮ અને ૧૩૨૪ મતો મળ્યા હતા જયારે કોંગ્રેસ ના ઉમેદવારો ને ક્રમશઃ ૪૦૬ અને ૫૪૪ મતો મળ્યા હતા જયારે નોટા માં ૨૧મતો પડ્યા હતા આમ કુલ મતદાન ૩૫૯૩ નું થયું હતું જેમાં ભાજપ ના ઉમેદવારો ૮૯૨ અને ૭૮૦ મતો થી વિજેતા જાહેર થયા હતા.

જયારે વોર્ડ ન.૪માં પછાતવર્ગ પુરુષની બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધીરુભાઈ એન. વડેચા અને કોંગ્રેસ માંથી બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઈ મેર ચૂંટણી લડી રહ્યા હતા જયાં કોંગ્રેસ શહેર પ્રમુખે કોંગ્રેસની આબરૂ બચાવી હતી જયાં કોંગ્રેસ ને ૯૦૯મતો મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવારને ૮૭૭ મત મળ્યા હતા નોટા માં ૬૨ મત પડયા હતા ને કોંગ્રેસ પ્રમુખ સામાન્ય ૩૨મતે વિજેતા થયા હતા જયારે વોર્ડ ન.૭માં  જેમાં ભાજપના ઉમેદવાર ને ૧૦૧૯ મત મળ્યા હતા જયારે કોંગ્રેસ ઉમેદવાર ને ૯૦૧ મત મળ્યા હતા નોટા માં ૪૮ મત પડ્યા હતા જેમાં ભાજપ માં ઉમેદવાર ને ૧૧૮મત થી વિજેતા જાહેર કરાયા હતા આમ બગસરા માં કુલ ૫ બેઠકો અને ૪વોર્ડ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ ના ફાળે ૪ તો કોંગ્રેસ ના ફાળે ૧ બેઠક ગઈ હતી.

બગસરાની હાલની બેઠકોની પરિસ્થિતિ જોઈએ તો પેટાચૂંટણી પહેલા ભાજપ પાસે ૧૧ કોંગ્રેસ પાસે ૧૦ અને ૧ અપક્ષ એમ હતી તો પેટાચૂંટણી કુલ ૬ બેઠકો ૫ વોર્ડ માટે જાહેર થયેલ જેમાં વોર્ડ ન.૬ માં ફોર્મ ભરાયા બાદ કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચતા ભાજપ ને બિનહરીફ જાહેર કરાયા હતા.

(11:31 am IST)