Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ગોંડલના ત્રાકુડામાં ઓરડીમાંથી ર૪ હજારની બેટરીની ચોરી

રાજકોટ તા. ૧૦ : ગોંડલના ત્રાકુડા ગામ પાસે ઓરડીમાં તસ્કરોએ ત્રાટકી રૂ. ર૪ હજારની ર૪ બેટરી ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ત્રાકુડા ગામ પાસે આવેલ ઇન્ડુશ કંપનીના ટાવર પાસે આવેલ સેન્ટર રૂમમાં તસ્કરોએ ત્રાટકી પતરાની શીટ તોડી પ્રવેશ કરી અમરરાજ કંપનીના બેટરી બેકસેલ નંગ ર૪ કિંમત રૂ. ર૪૦૦૦ ચોરી ગયા હતા આ બનાવ અંગે દિનેશસિંહ શ્યામસિંહ ઠાકુર (ઉ.૪૭ રહે.રાજકોટ જંકશન પ્લોટ ગોરધન એપાર્ટમેન્ટ) ની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તાપાસ હાથ ધરી છે.

(11:27 am IST)