Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ધ્રોલના લાતીપુરની સાત દુકાનોમાં ચોરીનો ભેદ ઉકેલાયો : આદિવાસી ગેંગના ત્રણ શખ્શોની ધરપકડ: રાજકોટની એક ચોરીની પણ કબૂલાત

જામનગરનાં ધ્રોલના લતીપુર ગામમાં ૬ મહિના પહેલાં એક સાથે સાત દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ આદિવાસી ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા છે. જયારે ચોથા સાગરિતની શોધ કરવામાં આવી રહી છે.તેમની પાસેથી 32 હજારની રોકડ અને આઠ મોબાઈલ કબજે કરાયા છે. આરોપીઓએ રાજકોટની એક ચોરીની પણ કબૂલાત કરી છે.

 આ ગુન્હાની તપાસ ખાનગી રહે એલસીબી દ્વારા હાથ ધરાતા જેમાં સ્ટાફ નાં હરદીપ ધાંધલ તથા ભગીરથસિંહ સરવૈયા પ્રતાપ ખાચરને બાતમી મળી હતી. આ ચોરી કરનાર ગેંગનાં શખ્સો ધ્રોલમાં  ચોરાઉ મોબાઈલ વેચવાની તજવીજ કરે છે આ બાતમીથી એલસીબીનાં સ્ટાફે ધ્રોલના ગાંધી ચોકમાં વોચ ગોઠવી હતી. જેમાં મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાનાં બાબુ રાયલા ઉર્ફે હાબુ, અલીરાજપુરના અલોપસિંહ, જ્ઞાનસિંગ તેમજ દિનેશ ચના નામના ત્રણ શખ્સો શંકાસ્પદ હિલચાલ કરતા મળી આવ્યા હતા.

  આ શખ્સોને એલસીબી કચેરીએ પૂછપરછ કરાતા તેઓએ ચોરીઓની કબુલાત કરી હતી. તેમાં અલીરાજપુરનાં દેકાકું ગામનો દિલીપ માવાડા ઉર્ફે ભાયા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાની કેફિયત આપી છે. એલસીબીએ ઘનિષ્ટ બનાવેલી પૂછપરછમાં આ ટોળકીએ છ મહિના પહેલાં રાજકોટનાં મહુવા માસુમ સ્કુલ પાસે આવેલી કારીયાનાની બે દુકાનમાં પણ હાથફેરો કરી રોકડ તેમજ મોબાઈલ ઉઠાવ્યાની વિગતો કબુલી હતી. આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(8:19 pm IST)