Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રાજુલામાં ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયા

સાવરકુંડલાઃ રાજુલા શહેર અને પંથકમાં મેઘ મહેર યથાવત રહેતા આજે બપોરના ૧૨ વાગ્યા થી ૨ વાગ્યા સુધી માં અનરાધાર ૫ ઇંચ વરસાદ ખાબકતા રાજુલામાં પાણી પાણી.. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો માં ભારે માત્રામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને છતડીયા રોડ પર આવેલ સૂર્યા બંગ્લોઝ બાવલિયા વાડી અને રેઇનબો સોસાયટીમાં પાણી ભરાયા હતા.સૂર્યા બંગ્લોઝ માં તો પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રહેણાંકના દ્યરોમાં પાણી દ્યુસી જતા બનાવ સંદર્ભે રાજુલાના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તેમજ ના. કલેકટર ડાભી શ્રી નું ધ્યાન દોરવામાં આવતા મીનીટો માં જ વહીવટીતંત્ર ને સૂર્યા બંગ્લોઝ ખાતે રવાના કરવામાં આવેલ જેમાં સૌ પ્રથમ નગરપાલિકાના સદસ્ય વિનુભાઈ મિસ્ત્રી (શ્રી રામ)જે.સી.બી.લઈને પહોંચી ગયા હતા અને સૂર્યા બંગ્લોઝ સોસાયટીમાં ભરાયેલા પાણી નો નિકાલ કરવાની કામગીરી ચાલુ વરસાદે સતત ૪ કલાક સુધી શરૂ રખાતા પાણી નો નિકાલ થયો હતો ધારાસભ્ય અંબરીશ ડેર તથા ના.કલેકટર ની સૂચના મળતા જ તાલુકા વિકાસ અધિકારી શ્રી એન. પી.ત્રિવેદી,મામલતદાર શ્રી ચૌહાણ, ના.મામલતદાર શ્રી કાછડ, તલાટી મંત્રી શ્રી હિંડોરણ, રેવન્યુ તલાટી શ્રી રાજુલા, સરપંચ શ્રી હિંડોરણા, દેવાતભાઈ, અમિતભાઇ જોષી,(સદસ્ય નગરપાલિકા), ઘનશ્યામભાઈ લાખનોત્રા(કોંગ્રેસ અગ્રણી), પી.જી.વી.સી.એલ.સ્ટાફ,નગરપાલિકા રાજુલાના અધિકારીઓ પત્રકાર ઈરફાન ગોરી, ઘનશ્યામભાઈ ખછીયા,હિમતભાઈ મહિડા, દિવ્ય ન્યૂઝ ના તંત્રી ઉસ્માન ગોરી, નગરપાલિકાના તમામ ડ્રાઈવરો, વિજયભાઈ ચૌહાણ, હનુમંતભાઈ સહિત ના અગ્રણીઓ દોડી આવ્યા હતા અને ૪ કલાક ના અંતે પાણીને ડાયવર્ટ કરાયું હતું. (તસ્વીર.અહેવાલઃ ઇકબાલ ગોરી.સાવરકુંડલા)

(3:48 pm IST)