Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મોરબીની નટરાજ ફાટકે માલગાડીના ડબ્બા છૂટ્ટા પડી ગયા : મોટી દુર્ઘટના ટલી

મોરબીની નટરાજ ફાટકે પસાર થતી માલગાડીના ડબ્બા અચાનક છુટા પડી ગયા હતા ટ્રેન પસાર થઇ જાય એટલે ફાટક ખુલે અને ઝટ આપણે નીકળી જઈએ તેવી રાહમાં ઉભેલા વાહનચાલકો થોડીવાર માટે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કારણકે માલગાડીના ડબ્બા નોખા થઇ ગયા હતા જોકે ડબ્બા રેલ્વે ટ્રેકથી નીચે ઉતર્યા નહોતા જેથી કોઈ જાનહાની કે અકસ્માત સર્જાયો ના હતો પરંતુ રેલ્વે તંત્રમાં દોડધામ મચી હતી અને ફાટક પણ એટલો સમય બંધ રહેતા વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો માલગાડી વાંકાનેરથી આવતી હોય અને નવલખી બંદર તરફ જતી હોવાનું રેલવેના સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને મોટી દુર્ઘટના આજે સહજમાં ટળી હતી.

(3:47 pm IST)