Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બ્લેકમેઇલ કરી યુવતીનુ જાતિય શોષણ : માંડવીના શિક્ષક સસ્પેન્ડ

ભૂજ તા. ૧૦ : માંડવી તાલુકાના  માપર ગામના શિક્ષક દેવશી રાજા  સૌંદરવા ને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. માંડવીમાં રહેતી અને એનજીઓમાં કામ કરતી ૩૨ વર્ષીય યુવતીએ શિક્ષક દેવશી સામે ૨૦૧૭ થી પોતાનુ જાતિય શોષણ કરવાનો અને અભદ્ર કલીપ ઉતારી બ્લેકમેઇલીંગ કરવાનો આરોપ મૂકી પોલીસ ફરિયાદ કરી હતી. સતત ૧૦ મહિના સુધી શિક્ષક દેવશીની હવસનો ભોગ બનનાર યુવતીની ફરિયાદને પગલે માંડવી પોલીસે તેની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. ૪૮ કલાકથી વધુ સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં વિતાવનાર શિક્ષક દેવશી સૌંદરવાને સસ્પેન્ડ કરવા પ્રાથમિક શિક્ષણ નિયમકે મંજૂરી આપતા તેને સસ્પેન્ડ કરાયો હોવાનુ પ્રાથમિક શિક્ષણાધિકારી એ જણાવ્યુ હતુ. (૨૮.૪)

(3:37 pm IST)