Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

યોગ-આયુર્વેદના સંગમથી HIVની સારવાર

જસદણના સંત જિતાત્માનંદજીએ સંશોધન કર્યુ

આજના ઘણા લોકો ઓજક્ષય (એચ.આઇ.વી.એડ્ઝ) થી પીડાય છે. જેમાં ઘણા ડોકટરો તથા વૈદ્ય પોતપોતાની સમજ અનુસાર તેને દૂર કરનારી દવા અને ઓૈષધો ઉપર અનુભુત પ્રયોગો કરી રહયા છે. આયુર્વેદ જગતમાં ઓૈષદ્યો વિષેની સમજ પુસ્તકો કરતા પણ સંતો પાસે વધારે જોવા મળે છે. તેમને પારંપારિક ગોપનિય રહસ્યો સ્વાભાવિક પ્રાત્પ હોય છે.

સંત શ્રી જિતાત્માનંદજી જસદણ મુકામે એડ્ઝ પર સારું સંશોધન કર્યુ છે. શ્રી જિતાત્માનંદજી મૂળ બિલખા આનંદઆશ્રમના પ્રણેતા શ્રીનથુરામ શર્મા આચાર્યશ્રીની સિધ્ધ પરંપરાના પરમહંસ શ્રીશ્રી હરિર્માના કૃપાપાત્ર લાડકવાયા બ્રહ્મચારી શિષ્ય છે જેમણે આગળ જતાં ઉદાસીન પરંપરામાં સંન્યાસ ધારણ કર્યો અને ઘણા વર્ષો સુધી એકાંતમાં કાષ્ટમોૈન કર્યુ તથા જપ અને ધ્યાન તેમની સાધનાનો મુખ્ય વિષય રહેશે.

લોક હીતાર્થે કરૂણાથી તેમણે એચ.આઇ.વી. દર્દીઓ માટેની દવા બનાવી જેનું ઘણું જ સારૂ પરિણામ મળ્યું છે તેમાં દર્દીએ... સવારે ઘી પીવાનું હોય છે. પછી સ્નાન આદી પતાવી સ્વામીજીએ આપેલી ઓૈષધીઓથી જ યજ્ઞ કરવાનો હોય છે. પછી ઓમકારના પ્રાણાયામ અને સુર્ય નમસ્કાર કરવાના હોય છે. ત્યારબાદ સ્વામીજીએ સુર્વણ, તામ્ર, લોહ, બંગ, અબ્રખસત્વ-પારદને ખવડાવી (પારદ સાથે ઘુટીને) આંતરધુમ્ર તલસ્થ મહામકરધ્વજ બનાવેલ છે. તેમાં ૨૦ પ્રકારની ઓૈષદ્યો તથા અંબર કેસર વગેરે મીલાવીને ગોળી તૈયાર કરેલ છે જે સવારે દૂધ સાથે લેવાની હોય છે. ત્યારબાદ સવાસો ઓસડીયાએ ન કવાથ બનાવેલ છે જેનો ઉકાળો દર્દીએ પીવાનો હોય છે આ ઉપરાંત થોડી કરી પાળવાની હોય છે તથા સાંજે ફરી ઉકાળો પીવો અને યજ્ઞ તથા ઓમકાર પ્રાણાયામ કરવાના હોય છે. તથા રાત્રે સૂતી વખતે અડધો કલાક જપ કરવાની સુચના આપે છે.

સ્વામીજીના મત પ્રમાણે પૂર્વના કોઇ મહાપાપના પરિણામે જ આવા મહારોગો પ્રગટતા હોય છે જે માત્ર દવાથી મટતા નથી તેથી જ સાથે તેમને પ્રાયશ્ચિતરૂપે યજ્ઞ, પ્રાણાયામ, સુર્યનમસ્કાર ને જપ કરવાથી ઘણો ફાયદો થાય છે.-યજ્ઞમાં હોમાતી ઓૈષધી પણ એચ.આઇ.વી.ને લગતી જ છે જે યજ્ઞના ધુમાડા દ્વારા સુક્ષ્મરૂપે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી ઉત્તમ પરિણામ લાવે છે તથા પ્રાણાયામથી ચિત્તમાં રહેલ કલેશ અને ખોટી વૃતિઓ નાશ પામે છે. યજ્ઞમાં સુર્યમંત્રથી હોય થાય છે-સુર્ય જ ઓજસ અને અયુષ્યના દાતા છે.

આપણે જે અન્ન ખાઇએ છીએ તે લોહી-માંસ- મેદ- અસ્થિ(હાડકા)- મજજા અને પછી છઠ્ઠી ધાતુ શુક્ર બને છે ત્યારબાદ તેનો જેટલો સંગ્રહ થાય છે તે ઓજસમાં રૂપાંતર પામે છે. આથી જ આયુર્વેદ અને યોગશાસ્ત્રમાં શુક્રના સંગ્રહનુ ખુબ મહત્વ છે. જેટલો વિર્યનો સંગ્રહ થશે એટલું તે ઓજસમાં રૂપાંતર થશે જેમાંથી બળ, બુદ્ધિ, વિવેક, ધૈર્ય, તેજસ્વીતા, કુશળતા તથા સરળતા જેવા ગુણો આપોઆપ પ્રગટે છે. ઓજસ એજ પ્રજ્ઞા છે.

અન્નનું લોહીમાં રૂપાંતર થતાં પાંચ દિવસ લાગે છે. ક્રમે ક્રમે એક ધાતુનું બીજી ધાતુંમાં રૂપાંતર થતા પાંચ-પાંચ દિવસનો સમય હોય છે. આમ અન્નનું ઓજસમાં રૂપાંતર થતાં ૧ મહિનો લાગે છેે... ઓજ બે પ્રકારના છે. 'પર' ઓજ અને 'અપર' ઓજ.

'પર' ઓજ હ્યદયમાં અષ્ટબિંદુ (આંઠટીપા) જેટલું વિદ્યમાન છે. જે શરીરનું સંચાલન કરે છે અને લોહી દ્વારા શરીરમાં વ્યાપ્ત બને છે. અને 'અપર' ઓજ નું પ્રમાણ અર્ધાજલી (અડધોખોબો) જેટલું હોય છે જે શરીરમાં સર્વત્ર વ્યાપ્ત રહે છે. અને તે શરીરના અવયવોને પુષ્ટ રાખે છે. 'અપર' ઓજનો ક્ષય થતાં ભયંકર રોગો ઉત્પન્ન થાય છે. અને જે 'પર' ઓજ નષ્ટ થાયતો શરીર નષ્ટ થાય છે.'અપર' ઓજનો ક્ષય થતાં મુર્છા, માંસક્ષય, મોહ(ભ્રાંતિ), પ્રલાપ(બોલકો કે ચિડીયો સ્વભાવ), અજ્ઞાન (મૂઢ વર્તન), અને મૃત્યું પણ થઇ શકે છે.

આથી આ રોગમાં સપ્ત ધાતુ વર્ધક ઓૈષદ્યીઓ આપવામાં આવે છે અને રોગીના મનને પ્રસન્ન રાખવા માટે અધ્યાત્મિક પ્રવૃતિ કરાવવામાં આવે છે આમા સુર્યના સાત કિરણો માંથી જ સપ્તધાતું પ્રગટેલી છે, તેથી જ આવા રોગીના માટે સુર્યઉપાસના જ મુખ્ય ઉપકારક રહે છે.

(3:31 pm IST)