Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જૂનાગઢ જિલ્લામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો :માળીયા હાટીના અને મેંદરડામાં ત્રણ ઇંચ, વિસાવદરમાં બે ઇંચ અને માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો છે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સચરાચર મેઘસવારી થઇ હતી  વરસાદને કારણે જૂનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. માળિયા હાટીનામાં ત્રણ ઇંચ અને માંગરોળમાં દોઢ ઇંચ, વિસાવદરમાં બે ઇંચ, મેંદરડામાં ત્રણ ઇંચ તો ભવનાથ તળેટીના જંગલ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

(1:23 pm IST)