Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા ચોટીલામાં વિનામૂલ્યે ચોપડા વિતરણ

રાજકોટ : રામ-રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટ-ચોટીલા અને ચોટીલાના સામાજિક કાર્યકર અને શિક્ષિકા નિરાલીબેન ચૌહાણના સંયુકત ઉપક્રમે ચોટીલા શહેરના જ તળેટી વિસ્તારમાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં છેલ્લા ૨ વર્ષથી દર રવિવારે વિનામૂલ્યે ટ્યૂશન કલાસીસ ચલાવવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોને પાયાનું ઉત્ત્।મ શિક્ષણ આપી શૈક્ષણિક ઘડતર કરવાની સાથે સાથે બાળકોને જીવનમૂલ્ય લક્ષી શિક્ષણ આપવામાં આવે છે. દર રવિવારે રજાનો માહોલ હોય છતાં કૈક નવું શીખવાની ખેવના લઈને આવતા ટ્યુશન કલાસના બાળકોને પ્રોત્સાહન રૂપી ઇનામ સ્વરૂપે ચોપડા, બોલપેન, પેન્સિલ, સંચો અને ચેક રબ્બર દાતાઓ અને સંસ્થાના સભ્યોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ મોહસીનખાન પઠાણના ત્યાં દીકરીનો જન્મ થયો તેની ખુશી માં બાળકોને ચવાણું પેંડાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. શિક્ષણ અને સેવાના આ સહિયારા કાર્યક્રમમાં પ્રાથમિક શાળા નંબર ૮ના શિક્ષક અમૃતભાઈ, દાતા ઘનશ્યામભાઈ લખતરિયા, મેહુલભાઈ ખંધાર,પંકજભાઈ ઝીંઝુવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ મોહસીનખાન ડી.પઠાણની આગેવાની હેઠળ સભ્યો ગોપાલભાઈ વાઘેલા, ઇમરાનખાન પઠાણ, જયેશભાઇ ઝીંઝુવાડિયા, વિશ્વરાજસિંહ ઝાલા, મોઇનખાન પઠાણ એ જહેમત ઉઠાવી હતી.

(12:21 pm IST)