Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોમનાથઃ વરસાદ બાદ ખેડુતો ગેલમાં મગફળીનાં પાકનું ચિત્ર બદલાયું

પ્રભાસ પાટણઃ ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસ પહેલા સારો વરસાદ થયેલ હતો જેથી મગફળીનાં પાકને મોટો ફાયદો થયેલ છે અને ખેડુતો ખેતરમાં નવા કામે લાગી ગયેલ છે. તેમજ ફરીથી ધીમીધારે વરસાદ વરસતા ખેડુતોમાં ખૂબજ આનંદ જોવા મળે છે અને મગફળીનાં પાકનું ચિત્ર બદલાયેલ છે એક ખેતરમાં મગફળી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર  દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:59 am IST)